________________
નીતિશાસ્ત્ર પ્રવેશ આપે છે તે અજ્ઞાન જેવું જ છે. તે માયા છે. આપણી બુદ્ધિ આપણને ચંદ્ર, સૂર્ય વગેરે બતાવે છે તે સર્વ નકામું છે. કેમકે આપણી બુદ્ધિ આપણી પ્રત્યક્ષ ઉપસ્થિત થયેલા પદાર્થોનું પૃથક્કરણ કરે છે અને નજીક-દૂર, ગળ્યું – કડવું, ધોળું કાળું વગેરે ભેદ કલ્પે છે. પરંતુ એ પૃથકરણ કરવામાં તે સત્યને ઉપમ કરે છે ! સુંદર ચિત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેના ટૂકડેટુકડા કરી, એ ટૂકડાને ભિન્ન ભિન્ન નામ આપનાર દેઢડાહ્યા જેવો જ આપણું બુદ્ધિને વિવેચનાત્મક અથવા પૃથકકરણાત્મક વ્યાપાર છે. સત્ય અચળ – અખંડ છે. માણસનો હાથ કાપી નાખ્યા પછી તે જેમ હાથ રહેતો નથી, સુંદર સ્ત્રીની આંખો તરી કાઢવામાં આવે છે તેમાં જે કંઈ તેજ કે સૌદર્ય રહેતું નથી, કાવ્ય મય લેકમાંથી વચ્ચે એક અક્ષર જ બોલીએ તે તેમાંથી જેમ રસ મળતો નથી; તેમ જ આ અખંડ વિશ્વના સૂક્ષ્મતર કાણ કરી તેને વ્યક્તિ પરત્વે ભિન્ન નામ આપવાથી આપણે સમષ્ટિરૂપે અથવા વિરાટસ્વરૂપ સત્યથી વિમુખ થવા લાગીએ છીએ. “કાળ” ને જેમ હાથમાં પકડી ક્ષણભર અટકાવી શકાતો નથી, (કારણ
આ અટકાવ્ય” એટલે શબ્દ પૂરા ઉચ્ચારાતા નથી તેટલામાં જ એ કાળ આપણા હાથમાંથી છટકી ભૂતાનિમાં જઈ બેસે છે) તેમજ વિરાટસ્વરૂપી સત્ય અથવા “બ્રહ્મ' બુદ્ધિની મર્યાદામાં કદી પણ આવતું નથી. બુદ્ધિ સત્યનું બાહ્ય અને એકાંગી જ્ઞાન મેળવી શકે છે. તેના ઊંડા પ્રદેશમાં પહોંચી તેનું હંગત જાણવાની શક્તિ તકૂપ કરી દેનાર અંતઃસાક્ષાતકારમાં જ (Intuition) છે. બુદ્ધિ સમર્યાદ, દિક્કાલદિ ઉપાધિથી યુક્ત વાતનું જ સ્પષ્ટ જ્ઞાન મેળવી આપે છે. અમર્યાદ, દિકાલાઘનવકિન્ન, અખંડેકરસ જેવી બાબતનું જ્ઞાન અંતસ્તાદમ્યને જ (કિંવા આત્મસાક્ષાત્કારને જ) થશે.
આપણી બુદ્ધિ એ જ્ઞાન માટે છે જ નહિ. એને અને વગેરે પ્રાપ્ત કરવામાં ઉપયોગી થઈ પડે તે માટે મળેલી છે.
* 'Of the discontinuous alone does the intellect form a clear idea.' Bergson : Creative Evolution, P. 159.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org