________________
૩૬૨
નીતિશાસ્ત્ર પ્રવેશ શ્રેષ્ઠ છે એવું અભિમાન હતું. કહ્યું છે કે, જ્ઞાન છે તેવામો વિશેષ: પણ બર્ગસન કહે છે કે તમારું જ્ઞાન મિથ્યા છે. એ કરતાં કીડીકીટક કિંવા મધમાખીની સ્વાભાવિક અંતઃસ્કૃતિની યોગ્યતા અધિક છે. કીડીઓ માટીમાં જે ઘર બાંધે છે, સુરંગ બનાવે છે, મધમાખી જે મધપૂડા બનાવે છે, કરોળિયા જે સુક્ષ્મજંતુની જાળ બનાવે છે અને પક્ષીઓ જે માળા બાંધે છે તેનું વર્ણન કરવાની કંઈ જરૂર નથી. એ બધું પ્રાણી શી રીતે કરે છે? પ્રજ્ઞા અથવા તકના બળે ? ના, અંતઃસ્કૃતિના બળથી.
આ અંતઃસ્કૃતિના યોગથી તેમનું તે તે કાર્ય સાથે તાદામ્ય થઈ જાય છે અને શું કરવું ન કરવું તેનું જ્ઞાન તેમને આપોઆપ બિનચૂક પ્રાપ્ત થાય છે. ઉપર કહેલાં અંતઃસ્કૃતિના દષ્ટાંત તદ્દન સામાન્ય કાટીનાં છે, પણ “અંતઃસ્કૃતિ બુદ્ધ કરતા શ્રેષ્ઠ છે એ તત્વ સ્થાપન કરવા બસને જે દષ્ટાંત. આમાં છે અને જેના પર તેના તત્ત્વની સર્વ મદાર છે તે અતિ મનોરંજક છે. એ દૃષ્ટાંત આ પ્રમાણે છે –
ફેકસ કિંવા અમોફીલા નામની એક ભમરીની જાત છે. તે કીડા (caterpillars) ને ડંખ મારી બેશુદ્ધ બનાવે છે. તેમ કરવાના હેતુ એ હોય છે કે મૂકેલાં ઈંડાંમાંથી બચ્ચાં ની કળે છે તરત તેમને ખોરાક મળે. કીડાને એ ભમરી ઠાર મારી નાખવી નથી; કેમકે તેમ કરે છે તે કીટકનું રોમાંસ ખરાબ થઈ જાય અને તેથી તે નિરુપયોગી નીવડે, જે ભમરી ભળતા જ સ્થળે ડંખ મારે છે તે કીડાના પટમાં વિનો પ્રવેશ થાય અને તેથી તે મરી જાય પણ તે એટલી હોશિયારી રાખે છે કે, તે જ સ્થળે ડંખ મારે છે તે સ્થળ એવું હોય છે કે તેને ફક્ત બેશુદ્ધિ જ આવે છે. મોટા મોટા કીટકશાસ્ત્રી પણ આવું ખૂબીવાળું સ્થાન શોધી કાઢી ત્યાં વિષ મૂકી શકે તેમ નથી, પણ ફેકસ નમરી એ કામ સહેલાઈથી કરી શકે છે. તમે કદાચ કહેશે કે તેને એ જ્ઞાન અનુભવથી પ્રાપ્ત થયેલ છે, પણ એ વાત સંભવિત નથી. પિતાનાં બચ્ચાં ઈંડાંમાંથી બહાર પડે ત્યારે તેમને રાક મળે તે માટે કીડાઓને વિષથી બેશુદ્ધ બનાવી બચ્ચાંના સ્થાન આગળ ગઠવી રાખવાની જરૂર છે, કદાચ ઠાર મારી નાખવામાં આવે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org