________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
३४७ જોઈએ. અર્થાત્ તે સ્વસુખ જ જુએ છે અથવા હમેશાં તે જ તરફ તેની દષ્ટિ હોય છે એમ કંઈ નથી. આ રીતે તેણે પેન્સરના વિકાસવાદના મૂલભૂત નૈતિક સિદ્ધાંતને દૂર કરી દીધે છે. આપણે ખરે આત્મા કહે, તેનું સ્વરૂપ શું, તેને શું પ્રિય ડાય છે વગેરેનો વિચાર કરવા સ્થળે સ્થળે ઉપદેશ આપીને કિલફ શામા વાઇs ga: શ્રોતષ્ણ: મત્તવ્ય નિષ્યિાસિતડ્યઃ ઉપદેશનાર અધ્યાત્મ તરફ પગલું ભર્તે ગયો છે.
આ ઉપરથી જણાઈ આવે તેમ છે કે, નીતિશાસ્ત્રને અંતિમ ઉપદેશ સુખ પ્રાપ્ત કરવાનું નહિ, પણ આત્માનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી ખરે આત્મા હોય તેનું જ સાંભળવું એ છે અને વિકાસવાદને પણ આ અનન્યગતિકત્વથી એ જ સ્થિતિમાં આવવું પડ્યું છે.
મૂલભૂત દોષ વિકાસવાદી નીતિતત્ત્વને મુખ્ય દેવ એ છે કે, તેમાં “છે” અને કહેવું જોઈએ” એ બે વચ્ચેના મૂળભૂત ભેદ તરફ દુર્લક્ષ કરેલું છેક્ષણભરને માટે અમે કબૂલ કરીએ છીએ કે, જગતની ઉક્રાંતિ અથવા જગતને વિકાસ અમુક અમુક રીતે અત્યાર સુધી થને આવ્યો છે, પરંતુ એ જ માગે અમારે ચાલવું અને એ જ માર્ગે ભવિષ્યમાં વિકાસ થયા કરશે એવું કંઈ શાસ્ત્ર નથી. હા, કોઈ વિકાસવાદી જે એવું બતાવી શકે છે, પૂર્વે જે ક્રમ હરે તે જ ક્રમે તમારે આગળ વધવું જોઈએ, તે અન્ય ઉપાય નથી – તો એ વાત જુદી છે. જે અમોને પ્રવૃત્તિસ્વાતંત્રય ન હોય તે અમુક હોવું જોઈએ અને તમુક કરવું” એ ભાષા જ બંધ પડી જાય છે પરંતુ પ્રવૃત્તિ સ્વાતંત્ર્યને અસ્વીકાર કરતાં નીતિશાસ્ત્રનું પણ પ્રયોજન રહેતું નથી. વિધિનિષેધાત્મક નીતિશાસ્ત્રની પ્રવૃત્તિ જેને “શું કરવું” એ જાણવાની ઈચ્છા છે અને “નિર્ણય થાય તે પ્રમાણે ચાલવાની જેનામાં શક્તિ છે.” તેને માટે છે. અતુ.
સદૈવ સ્વસુખ જ સર્વના ધ્યેયને નથી હોતું એમ ઉપર વારંવાર દર્શાવી ચૂક્યા છીએ; પણ ઘડીવાર એ સિદ્ધાંત કબૂલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org