________________
૩૪૬
નીતિશાસ્ત્ર પ્રવેશ લેસ્લી સ્ટીફન કરતાં વિકાસવાદી તત્ત્વજ્ઞ કિલફર્ડ અધ્યાત્મ તરફ અધિક સ્પષ્ટતાથી ખૂકેલે જણાય છે. નીતિમત્તાનું શાસ્ત્રશુદ્ધ મૂળ” એ વિષય પરના પિતાના વ્યાખ્યાનાત્મક ગ્રંથમાં તે કહે છે : “ધારો કે એક માણસ નીતિમત્તાના નિયમનું પાલન કરતું નથી. તે કહે છે કે, “તમારા સુસંસ્કૃત માણસ અને તેમના વિચાર સાથે મારે કંઈ લેવાદેવા નથી, હું તે મારો સ્વાર્થ જોઈશ અને એ જ સાદે નિયમ હું સમજી શકું છું. તમારા ગોટાળાભરેલા, ગૂંચવણિયા, ત્રાસજનક નિયમ મને પસંદ નથી.” તે શું નિરુત્તર બને નીતિની વાત છેડી દઈ સ્વસ્થ બેસી રહેવું? ના, એવા માણસને વિકાસવાદી કહેશે કે, “તારી વાત ખરી છે, પણ સર્વ લોક તરફથી હું તને ગાઈ બજાવીને કહું છું કે, તારું કૃત્ય યોગ્ય નથી અને તારા પર અમે નારાજ થયા છીએ.” આટલું કહીને જ તે અટકશે નહિ. પિતાની ઇતરાજીનું તે માણસને ભાન થાય તેવું વર્તન પણ કરશે અને તેમ થવું જ જોઈએ. હા, તે માણસ કહે કે “ગમે તે કરે, તમારી ઇતરાજી કે શિક્ષાની કંઈ દરકાર નથી.” ત્યારે તે નિરુત્તર થવું પડે ખરું; પણ એ વાત અશકય છે. કારણકે, માણસ ગમે તેટલે સ્વાથી બને તદપિ આનુવંશિક સંસ્કાર ક્યાં છૂટે છે ? તે સમાજમાં રહેનાર, સમાજના વિચારની દરકાર રાખનાર અને કેટલાક અંશે સમાજની ભાવના સાથે તાદામ્ય પામેલા પૂર્વજેથી ઉત્પન્ન થયેલો હોય છે અને તેને પરંપરાપ્રાપ્ત (અથવા આનુવંશિક) સામાજિક (અથવા જાતિવિશિષ્ટ) આત્મા તેને
વ્યક્તિવિશિષ્ટ આત્માને દેવ આપે એટલે તેનું મન જ તેને હુંખ્યા સિવાય રહે નહિ. તેને જાતિવિશિષ્ટ આમા તેના વ્યક્તિવિશિષ્ટ અથવા સ્વાર્થ પર આત્માને કહે કે, “હે સંકુચિત દષ્ટિના આત્મા, જાતિહિત કિંવા જાતિમતની દરકાર નહિ રાખનારું વર્તન ચલાવે છે માટે તે ખરેખર નિંદ્ય અને ધિક્કારને પાત્ર છે.”
આ સ્થળે કિલફડું કબૂલ કર્યું છે કે, જતિવિશિષ્ટ આત્મા અને વ્યક્તિવિશિષ્ટ આત્મામાં ભેદ કરી પિતાના ખરા આત્માનું અથવા આત્માના ઉચ્ચતર અંગનું સમાધાન થાય તેવું જ કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org