SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ૩૪૫ નીતિશાસ્ત્રની મૂલભૂત પ્રતિજ્ઞાને ભંગ કરવા સમાન છે. “સર્વ માણસ પિતાનું જ સુખ શોધે છે” એ પ્રતિજ્ઞા પર છેકે માર્યા પછી જ વિકાસવાદ સાત્વિક અને ધીરેદાર પુરુષના આત્મયજ્ઞની ઉપપત્તિ લગાડી શકો છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. બીજી એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, લેસ્લી સ્ટીફન કેવળ સ્વાભાવિક પ્રેમને (Sympathy) પંપાળતું નથી, પણ સમજુપણાને અથવા વિવેકબુદ્ધિને (Reason) મેટાઈ આપી આત્મયજ્ઞના સમર્થનાથે તેને સાક્ષી તરીકે વિવાદસભામાં પોતાના તરફથી રજૂ કરે છે. પરંતુ એ પોતાની મૂળ પ્રતિજ્ઞા ધીમે રહી છેડી દઈ વિરુદ્ધ પક્ષના સાક્ષીને પિતાનો જ સાક્ષી કહેવા સમાન છે ! મહાપુરુષ પરહિતાર્થે સ્વાર્થને યાગ કરે છે તેનું ખરું કારણ એવું છે કે, સુખ જ બધે હેતુભૂત નથી હોતું, જગતમાં વિશિષ્ટ પ્રકારની સાત્વિક વ્યવસ્થા હોવી જોઈએ અને તપ્રીત્યર્થે આપણે પ્રયત્ન કરવો જોઈએ એ જ તેની ઈચ્છા હોય છે અને એ ઇચ્છા તદ્દન નિષ્કામ – એટલે સ્વસુખનિરપેક્ષ હોય છે. તેના આત્માને સાત્વિક અને ઉદાત્ત વ્યવહારની જરૂર હોય છે, પછી એ વ્યવહાર સ્વસુખોત્પાદક થાય કે ન થાય. આવી રીતે વર્તવાથી તેને આત્મા સમાધાન પામે છે અને પ્રસન્ન થાય છે. તેને લાગે છે કે, આવી રીતે જ વર્તવાથી પિતાનું આમત્વ કાયમ રહેશે. નહિ તે નહિ. એ ઉચ્ચતર “આત્મપ્રાપ્તિ માટે તે દેહાત્મક આત્માની આહુતિ આપવાને તત્પર થાય છે. આત્મપ્રાપ્તિ (self realisation) તેનું ધ્યેય હોય છે; સુખપ્રાપ્તિ નહિ, લેસ્લી સ્ટીફને ઉપર આપેલા ઉતારામાં આ સિદ્ધાંત સ્વીકારેલો છે અને એ અર્થમાં તે સુખવાદ છેડીને અધ્યાત્મ તરફ વળવાના પ્રસંગમાં આવ્યો છે, એમ કહેવાનો હરકત નથી. There is scarcely any man, I believe, at all capable of sympathy or reason who would not in many cases unhesitatingly sacrifice his own happiness for a sufficient advantage to others"......( Italics not Stephen's) (Science of Ethics.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy