________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૩૫ વખત કર્તવ્ય ખાતર મા સ પ્રાણત્યાગ કરવાને સુધ્ધાં તૈયાર થાય છે; એવા પ્રસંગે તેના કૃત્યને સુખપ્રેરિત કાટીમાં મૂકવું તે શબ્દને દુરુપયોગ કરવા જેવું છે.
જે વખતે નેલ્સન કે તાનાજી માલુમરે જેવો માણસ કર્તવ્ય ખાતર પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે તે વખતે તે વિશિષ્ટ કાર્ય સાધી પ્રાણત્યાગ કર્યા વિના તે માણસને ચેન પડતું નથી; તેને દુઃખ થાય છે અને એ દુઃખને પરિહાર કરવા સારુ તે પાણત્યાગ કરવા તત્પર થાય છે એમ સુખવાદી કહી શકે છે. વાત બરાબર છે, પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, એકાદ ઉચ્ચ કાર્ય પોતાના હાથે થવાને સુપ્રસંગ આવ્યો હોય ત્યારે તે કર્તવ્ય નહિ બળવાય તે મનને એ વાત ખેંચ્યા કરશે અને જીવન સુધી અસહ્ય બનશે એ ભાવના તેના જ મનમાં ઉદ્દભવે છે કે જેની તે કાર્યમાં અનન્ય ભક્ત હોય છે, અને તે ભક્તિ અનન્ય હોવાથી જે સુખદુઃખાત્મક સકામ વિચારીને કાર્યકીર્તિ આગળ કંઈ વિસાતમાં ગણતો નથી. આવી અનન્ય અને સ્વાર્થ રહિત ભક્તિથી થયેલા આત્મયજ્ઞને “કામ” અને “સુખપ્રેરિત” કહેવો જ હોય તે કોઈ ના કહી શકશે નહિ. કારણ તે કાર્ય કરવા માટે તે ઉત્સુક હોય છે અને એ અર્થમાં તેનું કર્મ ‘સકામ” છે તેમજ કાર્ય થતા સુધી તેને આત્મા સંતે પામતે નથી માટે એ રીતે તેનું કમ દુઃખનિવારણાર્થે છે. પણ અહીં સુખદુઃખનો અને સકામતાને અર્થ સામાન્ય અર્થથી ભિન્ન છે. આ પ્રશ્ન વિષે પાછળ ઘણું કહેવાયું છે તેથી અહીં વિસ્તાર કરવાનું પ્રયોજન નથી.
(આ) “સુખકારક કર્મ આયુષ્ય રક્ષક હોય છે. (Pleasuregiving actions are life-preserving actions.) સ્પેન્સરને આ અભિપ્રાય વિશેષ આક્ષેપાર્લ છે, નિદાન “
ચિંત્ય” છે. સ્પેન્સર કહે છે કે, સુખકારક કર્મ આયુષ્યસંરક્ષક ન હોત તો માણસજાત નષ્ટ થઈ હોત. અને એ વાતને આધાર એ છે કે, આપણે હંમેશ સુખકર કર્મ કરીએ છીએ; એ કર્મ જે આયુષ્યવિનાશક હોત તે આપણે જલદી નષ્ટ થયા હતા. જ્યારે નષ્ટ થયા નથી ત્યારે સુખકારક વાત આયુષ્યવર્ધક હોય છે એ સિદ્ધ છે. – આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org