________________
નીતિશાસ્ત્ર પ્રવેશ આવશે કે, તે વખતે માણસનું મન અહિતકારક સુખ તરફ જશે જ નહિ, મનઃસંયમ રાખવામાં કષ્ટ પડશે નહિ અને ઇચ્છા તથા નીતિબંધન વચ્ચેને કલહ તદ્દન બંધ પડશે !
પેન્સરનું બીજું કથન એ છે કે, સુખપ્રવૃત્તિ ખરાબ તો નથી જ. ઉલટી તે આયુષ્યવર્ધક, અર્થાત ઈષ્ટ છે, સુખ છે આયુષ્યને વિધાતક હેત તો આજે માનવજાતિ નષ્ટ થઈ હોત. પ્રત્યેક માણસ સુખને નિઃસીમ ભક્ત છે એમ કહેવું હોય તે કબૂલ જ કરવું જોઈએ કે સુખરૂપી દેલ આયુષ્યવર્ધક છે. કારણ સુખ જે બનાશક કે બલવિઘાતક હેત તે પ્રત્યેક પળે સુખનો પૂજામાં ગાળનાર માનવ પ્રાણી ટૂંક કાળમાં જ બલાહીન બન્યો હેત. આને અર્થ એ નથી કે આપણા પૂર્વજોને જે સુખ પ્રિય હતાં તે સર્વે જ હિતકારક હતાં. તેમાંનાં કેટલાંક વિતવિનાશક કિંવા બલવિઘાતક હશે, પણ એવાં ખરાબ સુખના નાદે લાગેલા માણસ જલદી નાશ પામતા હોવા જોઈએ. તેમને સંતતિ થઈ હશે અને તે તેમના જેવી જ અનિષ્ટ સુખને લાભ રાખનારી નીવડી હશે તો તે પણ થોડા જ કાળમાં નાશ પામી હશે, તથા જીવન કલહમાં એ અનિષ્ટ-સુખ—લુબ્ધ વર્ગને કાલાંતરે નામશેષ થવું પડયું હશે. ધારો કે આપણું પૂર્વ જેમાંના કેટલાકને વિષ કિંવા વિષ્ટા કિંવા સડેલા પડેલા પદાર્થ ખાવામાં સુખ મળતુ હતું. એવાઓને સ્વાભાવિક રીતે જ જલદીથી રોગ લાગુ પડવા હશે અને વિષ વાપરનાર તે તત્કાલ જ મરણ પામ્યા હશે. જે જીવનકલહ નહોત તે ગમે તેવી વાતોમાં સુખ માનનાર આ વગ જલદી જ નષ્ટ થયો હોત; પણ જીવનકલહના ધૂમધડાકામાં એવા મૂઢ કેટલે સુધી ટકી શકે એ કહેવાની જરૂર જ નથી. જીવનકલહમાં જે બાબતોને ઉપયોગ થાય છે તે બાબતો કરવામાં જેમને સુખ લાગતું હતું તેઓને વર્ગ એ વિરુદ્ધના વર્ગ કરતાં ઊંચે ઠર્યો હશે અને એવી પદ્ધતિથી વિચાર કરતાં અપત્ય પ્રેમ શા માટે હોય છે તેની ઉપપત્તિ મળી આવે છે. જે જંગલી જાતિમાં બાળબચ્ચાં વિષે બેફિકરાઈ હતી તે જાતિની પ્રજ ઘણું અંશે મૃત્યમુખમાં પડી હશે અને એ જાતિ બાળ પ્રેમ રાખનારી જાતિ કરતાં સંખ્યામાં ઘટી ગઈ હશે. માત્ર સંખ્યાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org