________________
૩૨૭
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર છે પણ ફૂટલી બદામે તેની માલિકીની નથી' એમ કહેવા જેવું છે સદસદ્વિવેકબુદ્ધિ કયા અર્થમાં ઈશ્વરદત્ત
અથવા જન્મસિદ્ધ છે? નીતિમત્તાને જન્મ સુખેચ્છામાંથી થાય છે, એ વિકાસવાદીએને વિધાન વિષે પણ એવો જ આક્ષેપ થાય છે. નીતિમત્તાને જન્મ કિંવા વિકાસ કેવી રીતે થતું જાય છે એ વિશે સ્પેન્સરની ઉપપત્તિ આ પ્રમાણે છે. પ્રત્યેક માણસ સુખને માટે મથે છે, એ પ્રવૃત્તિ અનાદિ અને અનંત છે, જંગલી જાતિને માણસ સુખાર્થી હત, હાલને તે જ છે અને ભવિષ્યને પણ તે જ રહેશે. તફાવત છે તે પુરુષાર્થ સંબંધી નથી પણ સુખસ્વરૂપી પુરુષાર્થ કેવી રીતે પ્રાપ્ત કરી લે તે વિષે છે. જંગલી સ્થિતિને માણસ ક્ષણિક સુખનું પાછળ ભમે છે પણ એવા વર્તનથી તેને પોતાને જ નુકસાન થાય છે અને તે કોઈ વખત પ્રાણ પણ ગુમાવે છે. હાલન સુસંસ્કૃત માણસ એટલું સમજી શકે છે કે, મનને સંયમ રાખ થોડે વખત ક્ષણિક સુખ તરફ દુર્લક્ષ કરવાથી ભવિષ્યમાં વિશેષ સુખ મળે છે. દાખલા તરીકે ભોજન સુખના સેવનમાં કિંવ વિહારમાં હાલન વિવેકશીલ માણસ લાંબો વિચાર કરી સુખસેવનમાં પરિમિત પણું રાખે છે તેને હેતુ એ છે કે, એમ કરવાથી પ્રકૃતિ વગેરે સારી રહી એકંદરે સુખપ્રાપ્તિ વિશેષ થશે. ઈદ્રિયદમનને લાભ જે તે પિતાને વર્તમાન જીવનમાં જ જાણી શકે છે; પરંતુ આનુવાંશિક સંસ્કારથી સુધ્ધાં તેને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાદા સુખવાદી કિવા જનહિતવાદી લોકોમાં અને વિકાસવાદી લેકમ એજ વિશેષતા છે. આપણા જંગલી પૂર્વજોને થયેલા ખડતલ અનુભવ પરથી તેમણે બેધ લીધે જ હોવો જોઈએ અને તે પ્રમાણે વર્તન રાખવાને પણ પ્રયત્ન કર્યો હું જોઈએ. કારણ જંગલી માણસને અધિક સુખની જરૂર છે. હેય છે જ. જેનાથી ભવિષ્યમાં નુકસાન થાય તેમ હોય તેવા સુખ વિષે મનમાં પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ હોય તો તેને સંયમ કરવાની શક્તિ અને ઈચછા આનુવાંશિક સંસ્કારથી પેઢી દર પેઢીએ વધતી જાય છે અને એ જ ક્રમ ચાલુ રહી એક દિવસ એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org