________________
નીતિશાસ્ત્ર પ્રવેશ આવા પ્રકારના વિસ્તૃત અર્થની દષ્ટિએ સર્વ શાસ્ત્ર બહુધા પરસ્પર નિકટ સંબંધમાં છે. દેહના પ્રત્યેક અવયવમાં જેમ પરસ્પર અન્યોન્યાશ્રય અથવા પરસ્પરાવલંબનત્વ છે, તેમજ પ્રત્યેક શાસ્ત્રનું છે, તે પણ વ્યવહારમાં ચક્ષુ, કર્ણહસ્ત, પાદ, ઉદર વગેરે અવયવ જેમ ભિન્ન માનીએ છીએ, તેમજ વિષયવિચારની સરળતા માટે. શાસ્ત્ર ભિન્ન અને સ્વતંત્ર છે. એવી કલ્પના કરી ચાલવું પડે છે.
જુદાં જુદાં શાસ્ત્રનું અતિ વિસ્તૃત અને સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે એ સઘળા ભેદભાવ વિશેષ દગ્ગાચર બને છે. નાના સરખા કેળના અંકુરમાં પાન, પુષ્પ અને કેળાં સુપ્ત દશામાં હોય છે, પણ તે કેળને સારો વિકાસ થાય છે એટલે એ વિશિષ્ટ અંગે ભિન્નરૂપે દેખાવા લાગે છે. એ જ પ્રમાણે જેમ જેમ માનવજાતિના જ્ઞાનને વિકાસ થતે જશે, તેમ તેમ ભિન્ન ભિન્ન શાસ્ત્રોના મર્મ તેને સમજાતા જશે. કેળાને વૃક્ષના મૂળ સાથે, થડ સાથે, પાન સાથે અને અન્ય અવયવ સાથે સંબંધ રહેલે છે, એટલું જ નહિ પણ, તેનું જીવન એ સર્વ પર ઓછા વત્તા પ્રમાણમાં અવલંબી રહેલું હોય છે, તથાપિ અંકુરાવસ્થાના ભેદરહિત અર્થ અને વિકસિતાવસ્થાના પરિફુટ – ભેદાત્મક અજ્યમાં ફરક
પૂર્વે ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એક જ ઘરમાં આનંદથી બંધુભાવથી – ભાઈની માફક, દૈતભાવ સેગ્યા સિવાય રહેતાં હતાં. હવે તેમનામાં દૈત ઉત્પન્ન થયું છે અને હવે તે વિભક્ત રહે છે. એમ કેમ થાય છે? કેટલાક કહે છે કે આધિભૌતિક શાસ્ત્રોની શોધથી લેકેનું દિલ ધર્મશાસ્ત્ર વિષે કલુષિત બન્યું છે અને તેણે જ આ શાસ્ત્રો વચ્ચે કલહ ઉત્પન્ન કર્યો છે. આ વાત છેડા અંશે ખરી પણ છે. સૂક્ષ્મદર્શકયંત્રમાંથી અથવા દૂરબીનમાંથી નેત્ર ફાડી ફાડીને જોવા છતાં ક્યાંયે પ્રભુદર્શન થતું નથી, તેથી પ્રભુ જ નથી એમ કેટલાક કહેતા થયા છે. અનેક જંગલી જાતિના વિલક્ષણ ધર્મની હકીકત હવે ઉપલબ્ધ થઈ છે તેથી ધર્મમાં અમુક એક તત્ત્વ સર્વમાન્ય કે સાર્વત્રિક છે એમ કહેવું મુશ્કેલીભર્યું બનવા લાગ્યું છે; અને “ધર્મ એટલે માનવસમાજની અજ્ઞાનયુક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org