SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વકથન મનુસ્મૃતિ અથવા અન્ય કોઈ પણ સ્મૃતિનું અવલોકન કરવામાં આવશે, તો તેમાં દરેક પ્રકારના વિષયનું આલેખન જણાશે. ધર્મ, નીતિ, રાજનીતિ, વ્યવહાર – કાયદાકાનૂન, આરોગ્ય વગેરે વિષયોની સ્મૃતિઓમાં ચર્ચા થયેલી જણાઈ આવે છે. અને એક રીતે એ યોગ્ય જ છે. ધર્મને નીતિ સાથે, રાજનીતિ સાથે, આરોગ્ય સાથે, ટૂંકમાં સર્વ બાબત સાથે સંબંધ છે. એવું કંઈ નથી કે, માણસે પૂજાપાઠ કરતી વખતે જ ધર્મ પાળવો અને અન્ય સમયે અધર્માચરણ કરવું કિંવા ધર્માધર્મને વિચાર કરવો નહિ. ખરું કહીએ તે મનુષ્યની પ્રત્યેક ઘડી – પ્રત્યેક પળ ધર્મવિહિત આચરણમાં વ્યતીત થવી જોઈએ. કાયા, વાચા મનથી જે કંઈ કાર્ય અથવા આચરણ થાય, તે સર્વ ધર્મને અનુસરીને જ થવાં જોઈએ. કપટપ્રચુર રાજનીતિમાં પણ ધર્મ પ્રતિ દષ્ટિ રાખીને જ વર્તવું જોઈએ. કાયદાકાનૂન પણ એવા હોવા જોઈએ, કે જેથી ધર્મની અભિવૃદ્ધિ થાય. શારીરમાર્ચ રવ ધર્મસાધનમ્ એ તત્ત્વ ધ્યાનમાં રાખીશું તે આપણે સમજી જઈશું કે, આરોગ્યશાસ્ત્રના નિયમ શા છે, તે જાણી લઈ તદનુસાર વર્તન રાખવું એ કર્તવ્યક છે, આપણે ધર્મ છે. અને એમ પણ લાગશે કે, આરોગ્યશાસ્ત્રના નિયમ ધર્મશાસ્ત્રમાં આવે છે તે એક રીતે ખોટું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy