SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ શરીર પણ મરણ પછી જડ સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ કદીયે જડમાંથી જીવની ઉત્પત્તિ થયેલી નથી. અનુભવ કહે છે કે જીવ જીવમાંથી ઉત્પન્ન થાય છે. અનેક જડમાંથી જીવ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કર્યો છે, પણ તેમને યશ પ્રાપ્ત થયેલે જણાતું નથી. હક, ટીંડાલ, પાશ્ચર જેવા શાસ્ત્રનો જ કહે છે કે એ પ્રયત્નથી કંઈ પણ સાર્થક થયું નથી. તદપિ કેટલાક શાસ્ત્ર આગ્રહપૂર્વક કહે છે કે, જડમાંથી જીવની ઉત્પત્તિ થઈ શકે તેમ છે, એટલું જ નહિ પણ પ્રગતિ એ સિદ્ધ થયેલું છે. પ્રોફેસર બકે બાટલીમાં કંઈક મિશ્રણ રાખી તેને ઘણી જ ગરમી આપી હતી. હેતુ એ હતો કે અંદરના સર્વ જીવ મરણ પામે. એ બાટલી સીલબંધ રાખ્યા પછી કેટલાક દિવસે તેને ઉઘાડી જે ત્યારે તેમાં જીવબિંદુ સમાન હિલચાલ કરનાર કંઈક જણાયું. અર્થાત્ એ જડ મિશ્રણથી છવનો જન્મ થયો એમ તે સિદ્ધ હોવાનું જણાવે છે ! દા. બેટીયને એક બાટલીમાં એવું જ કંઈ મિશ્રણ નાખી તેને ૧૩૦ થી ૧૪૫ (સેંટીગ્રેડ) ડીગ્રી સુધી ગરમી આપી હતી. જીવશાસ્ત્રજ્ઞોની માન્યતા પ્રમાણે કઈ પણ જીવ એટલી ગરમી સહન કરી શકતું નથી એટલે તે બાટલીમાંના સર્વ જીવ ભયંકર ઉષ્ણતાથી મૃત્યુ પામ્યા હતા એમ માનવાને હરકત નથી. આવી નિજીવ બનેલી સીલબંધ બાટલીમાંના મિશ્રણમાં પણ કેટલાક દિવસે કોપત્તિ થયેલી જણાઈ હતી. કેટલાકનું કહેવું એમ છે કે, પ્રયોગમાં કંઈ પણ ભુલ થયેલી હોવી જોઈએ. તેઓ કહે છે કે, જડમાંથી જીવની ઉત્પત્તિ થતી હોવાના વિલક્ષણ સિદ્ધાંતના સમર્થનાથે એવા અનેક અને વિવિધ પ્રયોગની જરૂર છે. આ મુદ્દા વિષે મત આપવાને પ્રસ્તુત * After sealing up tubes of inorganic matter and exposing them to a heat considered adequate to kill any known germ (130 to 145 degrees centigrade ) Dr. Bastian has found fungi and bacteria (after some months ) the moment they were opened. See pages 216-217. The Principles of evolution, By Joseph McCabe ( The Nation's Library) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy