________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર થઈ. આ છેવટની ઉત્પત્તિ વિષે જ અહીં થોડી ચર્ચા કરવાની
સજીવ પદાર્થના વિકાસને ઉક્ત નિયમ કેવી રીતે લાગુ પડે છે તેને ફેટ કરવા માટે કેળના નાના અંકુરને દષ્ટાંત તરીકે જોઈશું. નાના અંકુરમાં એક અર્થમાં પાન અને કેળાં પણ સુપ્ત અથવા ગુત છે. અવિકસિત અવસ્થામાં કેળપુષ્પ પણ જણાતાં નથી જ, અરે પાન પણ સ્પષ્ટ રીતે જાણતા નથી. પછી ધીમે ધીમે પાન ભિન્ન થાય છે અને તેમાં પણ વચ્ચેને દાંડે, આડી રેષા વગેરે ભેદ દષ્ટિગોચર થાય છે. કાળાંતરે કેળનો વચલે ગર્ભ, પાન, કેળપુષ્પને દાંડે અને કેળપુષ્પ એવાં અનેક, ભિન્નધમય પરંતુ પરસ્પરાવલંબી અંગે દૃષ્ટિએ પડે છે.
ઘણાઓએ મરધીનાં ડાં દીઠેલાં છે. તેમાં ચચ. આંગળાં, પગ, પાંખ, પેટ, કલગી કંઈ પણ નજરે પડતાં નથી. પણ પછી તે વિકાસ પામે છે એટલે તેમાંથી જ અનેક અનેક ભિન્નધર્મીય અને પરસ્પરાવલંબી અવયવ પ્રાદુભૂત થાય છે. ઈડાં મરઘીના પ્રમાણમાં અવિકસિત છે; પણ ભૂમિગત કીડા (અળસીયાં વગેરે)ની અને આ ઈંડાંની વિકાસનાવસ્થાના પ્રમાણમાં તુલના કરીશું તે જણાશે કે ઈંડાં અધિક પ્રગતિનાં દ્યોતક છે. ભૂમિગત કીડાને એકાદ ભાગ કાપવા છતાં તે જીવી શકે છે એટલે તેનાં અંગ પરસ્પરાવલંબી નથી; પણ ઈડું એક જ સ્થળે ફેડવામાં આવે છે તે સર્વ વૃથા જાય છે, અથોત મરણ પામે છે. એને અર્થ એ છે કે, ઇંડાને સર્વ ભાગ દેખાવમાં સમાન હોવા છતાં તે કીડાના કરતાં અધિક સુસંગત અથવા અન્યોન્યાશ્રયી છે. સાદા, એકધમ અને પરસ્પરાવલંબી નહિ રહેનાર છવથી કિવા. પ્રાણીથી અધિક નિશ્ચિત સ્વરૂપનું, અધિક અન્યાશ્રયી અને અધિક સંમિશ્ર અવયવવાળું પ્રાણી કેવી રીતે નિર્માણ થાય છે તે વિષે વિકાસવાદી લોકો કહે છે કે, આપણે કલમી આંબા, કિવા ગાય, કિવા ઘોડા, કિંવા વિશિષ્ટ રંગનાં કબૂતર કૃત્રિમ રીતે પેદા કરીએ છીએ – એટલે વિશિષ્ટ ગુણવાળાં નરમાદાને એકત્ર કરી આપણે તળુણયુક્ત પ્રજા નિર્માણ કરીએ છીએ તે પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org