________________
૧૩ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ઉત્ક્રાંતિવાદ અથવા વિકાસવાદ આપણે ત્યાં તેમજ યુરોપમાં પણ ઘણું શતકથી બીજરૂપે અસ્તિત્વમાં છે. વિશેષમાં માત્ર એટલું જ કે, આધુનિક કાળમાં ડાવીને અને પેન્સરે તેને વિશેષ પ્રબળ બનાવ્યાથી તેની શાખા વિસ્તૃત અને સર્વવ્યાપી બનેલી છે. આપણે ત્યાં, જગતને વિસ્તાર એટલે “પ્રકૃતિનો સત્વ, રજ, તમ એ ગુણથી ભિન્ન ભિન્ન પ્રકારે થયેલે વિકાસ”, એ તત્વ કેટલીયે સદીઓથી પ્રચલિત છે. તેવી જ રીતે બ્રહ્મા અથવા આભમાંથી પ્રકાશ, આકાશમાંથી વાયુ, વાયોરા :, મસ્ક્યઃ ગોવધ, શોધો અન્ન, ધાતુ પ્રાળા:ની કલ્પના ઉપનિષદકાલથી પરિચિત છે. યુરોપમાં એરિસ્ટોટલની પૂર્વે પણ કેટલાક ગ્રીક તત્ત્વવેત્તા અગ્નિ કિવા જલ જેવી એક વસ્તુથી સર્વ જગતની ઉત્તિ થયેલી કહેતા અને પિતા પોતાનું કથન ઉપપત્તિ લગાડી સિદ્ધ કરી આપતા. ડાવીને કંઈ કર્યું હોય તો એટલું જ કે,
* વોલેસ (Wallace) નામના સૃષ્ટિશાસ્ત્ર પણ ડાવન જે જ પુરાવો મેળવ્યો હતો અને તેના સિદ્ધાંત પણ બહુધા ડાવન જેવા હતા. ડાવન અને વૅલેસની શોધ એક જ વર્ષે અને એક જ દિવસે ઉભયની સંમતિથી પ્રસિદ્ધ થઈ હતી. તથાપિ પછી વોલેસનું નામ પાછળ પડયું અને ડાવીનને જ આધુનિક વિકાસવાદનું જનકત્વ પ્રાપ્ત થયું તેથી અહી પણ સવડ ખાતર તેનું એકલાનું જ નામ આપવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org