________________
નૈતિક ગૃહીત સિધાંત અને તાર્કિક પુરાવા ૩૦૦ નથી. ઘરમાં માતા અને સ્ત્રીના કલહ પ્રસંગે કાંઈ પણ એકને વિચાર કરવો પડે છે. બેમાંથી ગમે તેને પક્ષ સ્વીકારે તે પરિણામમાં અસમાધાન જ રહે છે, તે જ ધોરણ આત્મિક અંતઃકલહનું છે. એ કલહને ચિરંજીવી સમજવાને નથી. માસની નીતિ, જ્ઞાન, અનુભવ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ કલહની તીણતા ઘટતી જાય છે. કેટલીક વખત તે અધિક તીરણ બને છે એ પણ ખરું છે; પરંતુ છેવટે અધિક તીણતાની કમાન ઢીલી પડે છે. જે કર્તવ્ય દેખાય તે કરવું પૂર્ણજ્ઞાન કે પૂણે સમાધાન ન મળે તો ભલે, એવી વૃત્તિથી રહેવામાં પણ સારું, સવિક સમાધાન મળે છે. નીતિશાસ્ત્રનાં તો કેવી રીતે સિદ્ધ કરવું, તેમાં અંદરોઅંદર વિરોધ થાય ત્યારે શું કરવું વગેરે બાબતને પૂર્ણ સમાધાનકારક નિર્ણય થયો નહિ હોય પણ એજ કે કાલનું કર્તવ્ય શું છે તે વિષે બહુધા સંશય નથી રહેતો. ૨ માસની રાત્રિએ પણ પગલું ભરવાનું સૂઝે છે, માત્ર દષ્ટિ દૂર પહોંચતી નથી. એ જ રીતે નૈતિક સંશયની ગમે તેટલી ઘેર છાયા પડવા છતાં આજનું કર્તવ્ય શું છે એ વિષે સંશય નથી રહે છે. માટે આત્માના જ્ઞાનાત્મક અંગને, નૈતિક અંગને અને સૌદર્યપ્રિય અંગને આ પસ આપસમાં કલહ થાય તે શું કરવું તિને નિશ્ચિત નિય ન આપી શકાય તે ખાતર શોક કર્યા કરવાનું કંઈ પ્રયોજન નથી. દૂરનું દેખાતું ન હોય તે માટે નજીક દેખાતું ડાય તે છેડી દેવું એ ડહાપણ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org