________________
નૈતિક ગૃહીત સિધ્ધાંત અને તાર્કિક પુરાવા
૩૦૫
અન્યની કેરી લેવી નહિ એ તત્ત્વની વિરુદ્ધ એ કલ્પના જતી હાવાથી તે કલ્પનાને એકાંગી સત્યતા એટલે એક રીતે અસત્યત્વ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે, તાર્કિક બુદ્ધિની દૃષ્ટિએ જે યાગ્ય કે સારું દેખાય છે તે અધ્યાત્મદૃષ્ટિએ સારું નહિ જણાય; પણ અહીં કબૂલ કરવું જોઈ એ કે, ઉભયની દૃષ્ટિમાં એકાંગિત્વને દેવ છે. જેના આત્માને પૂર્ણજ્ઞાન થવાથી અને નીતિમત્તાને પૂત્વ પ્રાપ્ત થવાથી સમાધાન મળેલું છે તેના નિર્ણય આ કાર્યોમાં ગ્રાહ્ય ગણી શકાય. પણ એવા બ્રહ્મવેત્તા - · અથવા પૂર્ણજ્ઞાની — ઘણા જ થાડા હૈાય છે. બાકીનાની વાત એવી હાય છે કે, તર્ક ક કહે છે ત્યારે નીતિ કઈ કહે છે. એવા સમયે લેખકને લાગે છે કે કાઈ નીતિને જ અધિક મહત્ત્વ આપે તા તે ક્ષમ્ય છે. નીતિનાં સર્વ તત્ત્વ તર્કના દૂરીનથી સ્પષ્ટ જણાતાં નથી કિવા સુંદર લાગતાં નથી તેથી કરું તે ત્યાજ્ય થઈ જતાં નથી, પ્રેમ શા માટે કરવા એ પ્રશ્નના તક દૃષ્ટિએ કાણ ઉત્તર આપી શકે તેમ છે ? જેના ઉદરમાં પ્રેમને ઉમળકા નથી તેને કાઈ પણ તત્ત્વજ્ઞાન પ્રેમાળ બનાવી શકશે નહિ. પ્રેમનું સત્યત્વ એટલે માન્યત ભાવનાને અવલખી રહેલ છે. તે તર્કથી સિદ્ધ થવા જેવું નથી. એ જ પ્રમાણે ઈશ્વરનું અસ્તિત્વ અને આત્માનું સ્વતંત્રત તથા અમરત્વ પણ અપૂર્ણ જ્ઞાનાવસ્થામાં તાર્કિક પદ્ધતિથી સિદ્ધ થાય નહિ તેટલા પરથી અશ્રદ્ધેય કે અમાન્ય થતું નથી. ત્યારે ભાવના જે જે કહે તે તે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, કાષ્ટ કાર્ય ભાવનાનું કથન તર્કની વિરુદ્ધ હાય તો પણ ખરું માનવું તે અયેાગ્ય નથી. અને ત્યાં સુધી માણસે ઉભયની એકવાક્યતા કરવાના પ્રયત્ન કરવા. પરંતુ એકવાકયતા ન જ થાય તેા પછી ગમે તે એક પક્ષને મળી જવું પડે છે. એવા પ્રસંગે કાઈ નૈતિક આકાંક્ષાના આશ્રય લે તે! તે કઈ અપરાધ નથી. સત્ય, સત્ય એટલે શું? આત્માનું જેથી સમાધાન થાય તે જ ને ? તે! પછી જે નૈતિક વાત ખરી માન્યા સિવાય આત્માનું સમાધાન થતું નથી તે ખરી નહિં તે કેવી ? હા, એ વાત ખરી માનવાથી આત્માના તાર્કિક અંગનું
ખરું માનવું કે શું? ના.
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org