SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ૩૦૧ એગ્ય તે યોગ્ય, એવા જ પ્રકારનું એ તત્વ છે. સૃષ્ટિને યોગ્ય કોણ લાગે છે તે કહી શકાતું નથી. સૃષ્ટિને ઘેર નાનાની માફક મરાય કચડાય છે. અશક્તની સાથે સશક્ત પણ માર્યા જાય છે. અનીતિમાનની સાથે નીતિમાન માણસ પણ રોગ અને અકસ્માતના ભાગ થઈ પડે છે. સૃષ્ટિ કેઈને ઓળખતી નથી. તે તો એટલું જ જાણે છે કે પોતાને જીવ માત્ર બચાવવો. (Conservation of energy) આજ સુધીમાં તેનાં હજારો બાળક મૃત્યુવશ થયાં છે પણ એ તે છે તેવીને તેવી જ છે ! શું તેની શક્તિમાં કંઈ ઘટાડે થયો છે? ના. બળકના માની તેને કંઈ દરકાર નથી, અરે પિટના ગેળાનેય એ તે ખાઈ નાખે છે અને પોતે રાતીમાતી થઈ ફરે છે! એવી દિવ્ય માતાને પેટે કેવાં બાળક અવતરે તે કહેવાની જરૂર છે ? સૃષ્ટિક્રમનું ઉત્તમ રીતે નિરીક્ષણ અને પરીક્ષણ કરનાર હકસલેએ પોતાના એક વ્યાખ્યાનમાં સૃષ્ટિક્રમ વિષે જણાવ્યું છે કે, તેમાં ન્યાય જેવું કંઈ જ નથી.' હકસલેને દિલગીરી સાથે કબૂલ કરવું પડ્યું છે કે, માનવ સમાજમાં જે સુધારો થયો છે અને થાય છે તે સૃષ્ટિક્રમના ઉપદેશનું ઉલ્લંઘન કર્યાંથી થયો છે અને થાય છે. કે “જીવનકલહમાં જેણે તેણે પિતાને પ્રાણ બચાવવા” ને સૃષ્ટિને કમંત્ર જે તાનાજી માલસરે જેવાઓએ માન્ય કર્યો હોત તો ક્યા દેશની ઉન્નતિ થઈ * Compare : - Social progress means a checking of the cosmic process at erery step and the substitution for it of another, which may be called the ethical process, the end of which is not the survival of those who may happen to be the fittest in respect of the whole of the conditions that exist, but of those who are ethically the best.' Again :-“The practice of that which is ethically the best - what we call goodness or virtue - involves a course of conduct which in all respects is opposed to that wbich leads to success in the cosmic struggle for existence.” Huxley Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy