________________
૨૯૮
નીતિશાસ્ત્રપ્રવેશ દિવસે જોશે; પણ સુષ્ટિશાસ્ત્ર એ સર્વને કહે છે કે, “ભ્રમ! અમ!! ભ્રમ !!!” “સ્વર્ગ શેનું, મિલન શાનું અને ભાવી પ્રજા શાની?
જ્યાં સુધી કાળનું અકરાળવિકરાળ સ્વરૂપ નજરે પડયું નથી ત્યાં સુધી આ સર્વ ભ્રમ કોમળ, પ્રેમાળ, મઠો અને મનોહર રહેશે, પણ ગમે તેટલું કરવા છતાં સર્વ ભ્રમ જ છે. સૃષ્ટિશાસ્ત્રના દૂરબીનથી અનંતકાલનું ભયંકર રૂપ જોતાં સામાન્ય માણસના હાથ પગ અર્જુનની માફક ધ્રૂજી ઊઠશે, કંપારી છૂટશે, શરબ સરી જશે, ઉત્સાહ ઊડી જશે અને જીવનને કંટાળો આવશે. જીવવું શા માટે? આપણે જે બાળક માટે અથાગ શ્રમ ઉઠાવીએ છીએ, જેના પ્રેમ ખાતર જંગલે જંગલ ભટકીએ છીએ, જાગરણ કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અપમાન સહન કરીએ છીએ તે સર્વ બાળક, માતાપિતા, બાંધવ, મિત્ર, દેશબંધુ–કેઈ જ જગતમાં રહેવાનું નથી, તેમને આપણું સ્મરણ નહિ રહે, આપણને તેમનું નહિ રહે, છેવટે જ્યારે એવી જ સ્થિતિ થવાની છે ત્યારે જીવીને શું કરવાનું છે? બાળક પર પ્રેમ કર્યો કે ન કર્યો, વ્યભિચાર કર્યો કે ન કર્યો, અપમાન સહ્યું કે ન સહ્યું, સર્વ જગતના અંતે તે સરખું જ છે, પ્રેમ, વ્યભિચાર કે કશાનુંયે છેવટે કોઈને સ્મરણ રહેવાનું નથી; કોઈને કોઈના વિષે પ્રશંસા કે તિરસ્કાર રહેવાનું નથી, જગતમાં નીતિનિયમ, પ્રેમ, સ્વાર્થ ત્યાગ હતે એવી કલ્પના પણ કોઈને રહેવાની નથી; “જગત છે એટલીય કલ્પના રહેવાની નથી; – જ્યારે ખરેખર આવી સ્થિતિ થવાની હેય ત્યારે તે સર્વ જીવનને નૈતિક આધાર તૂટી પડ્યા જેવું બને. પ્રેમ, સ્વાર્થત્યાગ, તત્ત્વ માટે કષ્ટ સહન કરવું વગેરે સુખઅસુખની વાત આપોઆપ બનતી નથી. આશાના બળ પર માણસ એ સર્વ કરે છે. તેને લાગતું હોય છે કે, પિતાના પ્રેમ અને મનના ઉચ્ચ હેતુને ઓળખનાર કેઈ પણ આત્મા–પછી તેને પરમાત્મા કહે કિંવા આપણી માતાને, મિત્રને, સ્ત્રીને આત્મા કહે – છે ને છે જ. જો કે લેકે દૂષણ આપશે, મારશે, છળશે, ધિક્કારશે તો પણ આપણું મનમાંના ઉચ્ચ વિચારની અને આપણી ભાવનાની પ્રશંસા કરશે. આજે નહિ તે કાલે, આ જગતમાં નહિ તે સ્વર્ગમાં, કોઈ ને કોઈ પણ સ્થળે કે વખતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org