SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ નીતિશાસ્ત્ર પ્રવેશ તે તવ ખરું હશે; પરંતુ તેને સિદ્ધ કરનારો સબળ પુરાવો ઉપલબ્ધ નથી. માણસના મૃત્યુ પછી તેને આત્મા જીવંત રહે છે જ અને ભૂત કે અન્ય કોઈ યોનિમાં તે જાય છે તે વિશે આધુનિક માનસશાસ્ત્ર શોધકોએ જે પુરાવો એકત્ર કર્યો છે તે ઉપરથી બહુ તે એટલું જ સિદ્ધ થશે કે, માણસના મરણ પછી આત્મા કેટલાક દિવસ સુધી જીવતો હોય છે. તેથી અમરત્વ સિદ્ધ થતું નથી; કેમકે ન્યાયદષ્ટિએ એમ સિદ્ધ થતું નથી કે બે ચાર જન્માંતર જાણી શકાય છે માટે તે અમર જ છે અથવા કદી પણ મરણ નહિ પામે. અરે, બે ચાર જન્મની વાત કરવામાં આવે છે પણ અસ્તિત્વ ક્યાં સિદ્ધ થાય છે ? ભૂત, શરીરમાં આવતાં પિશાચ, તેમણે “હસ્ત ” દ્વારા લખાયેલા લેખ અને પરલોકમાંથી લાવવામાં આવેલા સંદેશ વગેરે પુરાવો દિન પ્રતિદિન અધિક સવિસ્તર, ખાતરી લાયક અને સરળ થતું જતું હોવા છતાં ખરેખર ભૂત છે જ' એ નિર્વિવાદિત સિદ્ધાંત બાંધી શકતે. નથી. અતીન્દ્રિય વિચારસંક્રમણ (Telepathy) નામનું જે તત્ત્વ સિદ્ધ થયેલું છે તે તત્વની દષ્ટિએ ભૂતવિષયક પુરાવો જોઈએ છીએ તે એમ જ કહેવા જેવું લાગે છે કે, “એ સર્વ મનનો ખેલ છે.” માણસ મરણ પામવા છતાં તેને આત્મા મરતો નથી એ વિશે અન્ય જે યુક્તિવાદ છે તેને ઉલ્લેખ પણ ન કરતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે તેમને કોઈ પણ યુક્તિવાદ, પુરાવા અને ન્યાયના બળ પર શંકા ખેર માણસનું સમાધાન કરે તેટલે સબળ નથી. ઠીક, આટલું જે વિસ્તીર્ણ જગત ઉત્પન્ન કરેલું છે – અથવા ઉત્પન્ન થયેલું છે – તે સહેતુક છે કે અહેતુક ? એટલે આ જગ વ્યાપી કારભારમાં કંઈ અર્થ છે, તેનાથી કંઈ ઉચ્ચ ફલપ્રાપ્તિ થવાની છે કે તે પૃથ્વી, પાણી, તેજ વગેરે મૂલ દ્રવ્યથી ઉત્પન્ન થયું તેવું તેમાં જ લય પામવાનું છે? આધિભૌતિક શાસ્ત્રની દષ્ટિએ જોઈશું તે જગતનો અંત ઘણે ભયપ્રદ ભાસે છે. એ શાસે કહે છે કે, ભવિષ્યમાં સૂર્યમાં પ્રકાશ કે ઉતા આપવાની શક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy