________________
નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા
મનુષ્યને આત્મસ્વાતંત્ર્ય છે; ન્યાયી, દીનદયાળ, સજજનને સહાયક એવો પ્રભુ જગતને ચાલક છે; આત્મા અજર તથા અમર છે; જગતમાં ભવિષ્યમાં થનારી વાત અગાઉથી નિશ્ચિત થયેલી નથી, પણ જગતને ઓછુંવતું સૌંદર્યવાન બનાવવું કિવા શાણું કે નીતિ પર બનાવવું તે કેટલાક અંશે આપણા હાથમાં છે.” એ અને એવાં જ તત્ત્વ માન્ય કરવાનું નીતિની દૃષ્ટિએ આવશ્યક છે કે? આવશ્યક હોય તેની સત્યતા વિષે પુરા શે? કે પછી પુરાવો ન હોય તે સત્યત્વને ગૃહીત ગણીને જ ચાલવું કે કેમ? - ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું સ્વાતંત્ર્ય અને અમરત્વ એ તો ખરાં માનીએ તો સામાન્યપણે માનવાને હરકત નથી કે, માણસની નીતિને સબળ આધાર મળવા જેવું થઈ તે અન્ય પ્રસંગ કરતાં અધિક ઉસાહપૂર્ણ, શાંત અને તેજસ્વી બને છે. નિરીશ્વરવાદી અનીતિમાન હોય છે એવું કંઈ નથી; પરંતુ ઈશ્વર પર જે – શાબ્દિક નહિ – નિછા હોય છે તે માણસને જે શાંતિ મળે છે, જે આનંદ અને ઉલ્લસિત વૃત્તિ પ્રાપ્ત થાય છે, જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org