________________
નીતિને દેહ અને નીતિને આત્મા ૨૯૧ વૈર્યનાં ઉક્ત લક્ષણોમાંને “સાધારણ માણસ જે વાતથી ભય પામે છે, એ ભાગ ધ્યાનમાં રાખવું જોઈએ, કીડી કિંવા વંદાથી નહિ ડરનારો ધર્યશાળી તરીકે ખ્યાતિ મેળવતો નથી. સાધારણ માણસ વાઘથી ડરે છે તેથી તેનાથી ન ડરવું એ “ધેય' છે. પરંતુ હાથમાં બંદૂક કિંવા તલવાર કિંવા સોટ ન હોય છતાં નક દષ્ટિએ ગુફામાં જનારની આપણે તે તારીફ કરતા નથી; કારણ નાહક જીવ જોખમમાં નાખવામાં શું ડહાપણ છે? પણ અરણ્યના રસ્તે જતા પ્રવાસી અચાનક વાઘનો ઘુઘવાટ સાંભળી ગભરાઈ ન જતાં સમયસર સંરક્ષણને ઉપાય યોજે છે તેને આપણે વૈર્યવાન કહીએ છીએ. યુદ્ધ ચાલતાં તોપના ગોળાથી ડરી જઈ પાછો પગ ભર યોગ્ય ગણાય નહિ. એવા પ્રસંગે જે માણસ સાવધાન રહી નિશ્ચયપૂર્વક શત્રુ પર ધસી જાય છે તેને વર્ષની પ્રશંસા કરવી જોઈએ. સામાન્ય માણસ માને છે કે, સાપ સિંહ, વાઘ, શત્રુની સમશેર, બંદૂક અને એવા પ્રાણઘાતક પ્રાણી, શસ્ત્ર કે પ્રસંગથી ડરવું નહિ તેનું નામ ચૈય. મરણનો ભય અતિ મોટો છે તેને નિરોધ અતિ મુશ્કેલ છે એ દષ્ટિએ જેના મરાથી ન ડરવું' એ પૈયની કસેટી મનાય તે રાભાકિ છે; પણ વૈર્યનો આ પ્રકાર અનેક પ્રકારમાંનું એક છે તે ધ્યાનમાં રાખવું. કેટલાક મને ડર રાખતા નથી પણ તેમનામાં નૈતિક ધર્યા મુદલ હાતું નથી. લોકોને અપ્રિય વાત કરવાની તેઓ કદી હિંમત કરી શકતા નથી. લોક વિરુદ્ધની વાત શુદ્ધ હોવા છતાં અને તે કર્તવ્યરૂપ જણાતી હોય છે તો પણ તેમનામાં તેના આ ચાર માટે શ્રેષ્ઠ વૈર્ય હોતું નથી તેથી નીતિની નજરે તેમને “ભીરુ' કહેવા જોઈએ.
* આવું સાહસનું કૃત્ય જેવું કિવા તેનું વર્ણન વાંચવું અથવા સાંભળવું માણસમાત્રને પ્રિય છે; પણ એ કઈ નૈતિક દષ્ટિએ અતિ સ્તુત્ય નથી. આપણે એવા લોકની સ્તુતિ કરીએ છીએ પણ નૈતિક દૃષ્ટિએ નહિ. મુંદર પુષ્પના સૌંદર્ય માટે આપણે જેમ વખાણ કરીએ છીએ તેવું જ અફાટ શક્તિ કિવા સાહસનું એ વખાણ છે. ધ્યાનમાં રાખવું કે એમાં નીતિઅનીતિને અંશ નથી લેતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org