________________
નીતિન દેહ અને નીતિને આત્મા ર૮૭ નિયમન દૂર રહી તે માત્ર હાસ્યપાત્ર બન્યો હોત ! સ્ત્રીઓની સંખ્યા વધી પડવાથી લોકો પોતાની કન્યાને દૂધ પીતી કરી દેતા હતા એ વાત ધ્યાનમાં રાખવામાં આવશે તે મહંમદે ચાર સ્ત્રી કરવાની છૂટ કેમ રાખી હશે તે સમજાઈ આવશે. આવી રીતે બહુપત્નીકત્વ વિશિષ્ટ કાળે જે તે ક્ષમ્ય, અરે માન્ય હોય છતાં તેને જે કઈ હમણું પ્રચાર કરવા ઈચ્છે છે તે અનીતિનું કાર્ય જ ગણાય. કારણ સ્પષ્ટ છે. હાલમાં સ્વીકારવું પડશે કે, આધુનિક કાળની પ્રજાની માનસિક ઉન્નતિ, વાસના, આકાંક્ષા વગેરેને વિચાર કરતાં લાગે છે કે એકપત્નીત્વથી જ ઉન્નતિ વિશેષ થવાનો સંભવ છે. એ સંસ્થાને ધોકા પહોચે તેવું કરવું તે સંસ્થાના પાયા પર સુસંસ્કૃતિરૂપી જે મને રમ મિનારે ઊભો છે તિને કંપાવવા જેવું છે, માટે તેમ ન કરવું એ જ સારું છે. પરંતુ પ્રત્યેકને મર્યાદા હોય છે જ. એ મર્યાદા કઈ એકપત્નીકત્વના નિયમને અપવાદ કયારે હોઈ શકે વગેરે વાતને વિચાર કરવાનું આ સ્થળ નથી. જે તત્ત્વ ધ્યાનમાં રાખવાનું છે તે એ છે કે, લગ્નબંધન એ કંઈ શાસ્ત્રકારે પ્રવર્તાવેલ જુલમ નથી. વિચાર કરવામાં આવશે તો જણાશે કે એ બંધન સુંદર અને સુશીલ પનીના બાહુપાશ જેવાં પ્રિય લાગે તેમ છે.
રાજ પદ્ધતિ હો, લગ્નસંસ્થા છે, અન્ય કોઈ સંસ્થા છે, રૂઢિ , રિવાજ હો, ગમે તે હો; સર્વને હેતુ એક જ છે. માનવપ્રાણીઓ હદયસ્થ અવ્યક્ત આત્માને વ્યક્ત સ્વરૂપ આપવાનું હોય છે અને એ કાર્ય તે આ સંસ્થા તથા રીતરિવાજ દ્વારા કરી લે છે. એકાદ માણસ જે કેવળ પશુતુલ્ય કેટીને હેય છે તો તેના આત્મામાં વિજ્યવાસના સિવાય અન્ય કંઈ હોતું નથી. એવાને આત્મા મેવામઠાઈ ખાવાં, દારૂ પીવો, વેશ્યાગમન કરવું વગેરે દ્વારા પિતાને આત્માનું સમાધાન કરી લે છે. હોટેલ, દારૂના પીઠાં, તમાસા, વેશ્યાગૃહ વગેરે એ લેકે માટે છે. એથી ઉચ્ચ કોટીન હોય છે તેમના માટે ઉચ્ચતર સંસ્થા હોય છે. એથીયે ઉચ્ચ હોય છે તેમને માટે એથી ઉચ્ચ પાયરીઓ હોય છે. કળિયો જે મ પિતાની ચોતરફ ઘર નિર્માણ કરે છે તેમ વિશિષ્ટ સંસ્કૃતિના કિવા પ્રવૃત્તિના લે કે પિતાની સવડભરી સંસ્થા નિર્માણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org