________________
નીતિને દેહ અને નીતિને આત્મા ૨૮૧ જ જોઈએ; કર્મનિરપેક્ષ નૈતિક “બુદ્ધિ' હેવી સંભવતી જ નથી. કર્મકલ પર આસક્તિ ન હોય, પણ કઈયે કર્મ કરવું, તેને વિવક્ષિત ફળ પ્રાપ્ત થવું જોઈએ, એવી ઈછા ગર્ભમાં ન હોય તે તે બુદ્ધિને સાત્તિવક કિંવા અસાત્ત્વિક કોણ શા ઉપરથી કહી શકશે?
વ્યક્તિની માફક સમાજની બાબતમાં પણ આ તત્ત્વ લાગુ પડે છે. સમાજને ત્યારે જ નીતિમાન કહી શકાય કે, જ્યારે સમાજના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને વ્યાવહારિક સંસ્થા, રીતરિવાજ વગેરેમાં, ન્યાય, સુવિચારપરિપષકતા, પરસ્પરને સહાય કરવાની બુદ્ધિ વગેરે ગુણ ઘણું જ અંશે દષ્ટિએ પડતા હોય. રાજકારભારમાં અંધેરપણું, સમાજમાં વિવાહાદિ બંધનનો અભાવ, દારૂની પૂર્ણ છૂટ, માલમિલકતને રક્ષણ મળવાને અસંભવ, જીવને પણ વિશ્વાસ રાખવાની કઠિનતા વગેરે જે સમાજમાં પ્રવતાં હોય તે સમાજ કે રાષ્ટ્રને કઈ નીતિમાન કહેશે?
જેમ આપણું શરીર આપણુ આત્માની કામના, આકાંક્ષાને વ્યક્તિ સ્વરૂપ આપે છે તેમજ સામાજિક સંસ્થા, રીતરિવાજ વગેરે સામાજિક આમાને વ્યક્ત સ્વરૂપ આપે છે. રાજકીય દૃષ્ટિએ “રાષ્ટ્ર” નામ ધારક સંસ્થા અને વ્યાવહારિક બાબતમાં “વિવાહ” સંસ્થાને દષ્ટાંતરૂપે જોઈ ને જે અનેક સંસ્થા સમાજમાં રૂઢ થાય છે, તે દ્વારા નૈતિક આત્માને વિકાસ કેવી રીતે વ્યક્ત થાય છે તે આપણે જોઈશું. આ રૂઢ સંસ્થા કેટલાક દિવસે જીગ કેમ બને છે, કાલાંતરે તેને આત્મા જીણું વસ્ત્રની માફક જ દેહ ત્યજી દઈ કેવી રીતે ચાલ્યો જાય છે અને નવીન દેહ ધારણ કરવાને પ્રયત્ન શી રીતે પ્રવર્તે છે વગેરે પ્રશ્ન આપોઆપ પ્રાપ્ત થશે, પણ તેને વિસ્તારપૂર્વક ઊહાપોહ કરવાનું આ સ્થળ નથી.
રાષ્ટ્ર’ એવી રાજકીય સંસ્થાની શી જરૂર છે? અમુક અમુક માણસે એ કાયદા ઘડવા, અમુક અમલ કરે, અમુકે જ ન્યાય આપો, ચોરી કરવી નહિ, ખૂન કરવાં નહિ વગેરે નિયમની શી આવશ્યકતા છે? ગમે તેમ કરવાને, ગમે તે લેવાને, ખાવાને, પીવાને, ચારવાને, લૂંટવાને અને સ્વેચ્છાપૂર્વક ચાલવાને છૂટ હેત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org