________________
૨૮૦
નીતશાસ્ત્રપ્રવેશ નથી. મનમાં લાખ રૂપિયાની કલ્પના થતાં આપણને લાખ મળી જતા નથી તેવી જ આ બાબત છે. નીતિમત્તા બુદ્ધિ કિવા હેતુ પર અવલંબી રહે છે; બાહ્ય કમ કે તેના ફળ પર નહિ એ બધું ખરું છે, પણ પિટની બુદ્ધિ સદાયે પેટમાં રહે એ કંઈ કામનું નથી. તેને કંઈ પણ વ્યક્તિ સ્વરૂપ પ્રાપ્ત થવું જ જોઈએ. પેટમાં પ્રેમનો ભંડાર છે પણ જો તે કદીએ વર્તનમાં ન તરે તે તેનું અસ્તિત્વ માનવાને શો આધાર મળી શકે છે ? આઝબીજમાં આમ્રવૃક્ષ કિંવા આમ્રફળ ગુપ્ત છે; પણ ગુપ્ત છે ત્યાં સુધી તે બીજ તરીકે જ સ્વીકારાય છે. તેને વૃક્ષ કે ફળનું માન મળતું નથી. પરે પકાર કરનારી બુદ્ધિને પ્રસંગે ગરીબાઈને લીધે કે અન્ય અડચણથી તક મળે નહિ તે તેથી આપણે તેનું મહત્ત્વ ઓછું માનીશું નહિ, પરંતુ કોઈની પરોપકારબુદ્ધિ પિસા દ્વારા કિંવા મીઠા શબ્દ કે દષ્ટિની વાટે જામાં કદીયે બહાર આવે નહિ તે તેના ગુણ કણ ગાશે ? તેનું અસ્તિત્વ કોણ સ્વીકારશે ? તીવ્ર દુઃખ થયા પછી ચક્ષુ દ્વારા અશ્રુ આવ્યા સિવાય રહેતાં નથી, તેમજ હૃદયમાં પ્રેઝરે વહેતો હોય તે ગ્ય સંધિ પ્રાપ્ત થતાં જ તે કોઈ પણ કાળે ફુવારાની માફક બહાર પડ જ જોઈએ. તક મળવા છતાં હૃદયમાં દયાને સ્પર્શ થાય જ નહિ તે સમજવું જોઈએ કે ત્યાં કરે જ નથી. નીતિ બુદ્ધિને ગુણ છે, કર્મને નહિ. કેવળ કમ એ કંઈ નીતિનું નથી, અનીતિનુંયે નથી એ વાત બરાબર છે, પણ બુદ્ધિ હમેશાં પડદનશીન બની હૃદયમાં લપાઈ રહે એ બરાબર નથી. આપણે બુદ્ધિ બુદ્ધિ કહ્યા કરીએ છીએ પણ અમુક કર્મ કરવાની બુદ્ધિ એ જ અર્થ હોય છે ને ? કલ્પ કે કોઈ પણ કર્મ કરવાનું નથી અને પછી જુઓ કે બુદ્ધિમાં કંઈ અર્થ રહે છે ? “કર્મ” એટલે જે ઇકિય દ્વારા થાય છે તે જ, એવું સમજવાનું નથી. ગણિત ગણવું, દેશહિતનું ચિંતન કરવું, સમાધિ લગાવવી એ સર્વ કર્મ જ છે. માણસ નામ પડયું ત્યારથી જ તેને હાથે પળેપળે કંઈને કંઈ કર્મ થાય છે જ. તે કદીયે “અકર્મકૃત ' રહી શકતો નથી. તે જ પ્રમાણે નૈતિક બુદ્ધિનું નામ નીકળ્યું કે કંઈ પણ માનસિક અથવા શારીરિક કર્મ કરવાની ઈચ્છા હોવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org