________________
૨૭૬
નીતિશાસ્ત્રપ્રવેશ તેની આપણે કલ્પના કરી જોઈશું. હમેશ શિકાર કરી પુષ્કળ માંસ લાવવું અને વૃદ્ધ માતાપિતા, સ્ત્રી, ભાઈભાંડુ અને સોબતીઓમાં તે વહેંચવું, અપમાન થતાં યુદ્ધ કરી અપમાન કરનારને ઠાર કર, નાયકના યુદ્ધાર્થે થતા નિમંત્રણ પ્રસંગે એક પગે તત્પર રહેવું, સ્ત્રી તકરાર કરવા લાગે તે લાત મારીને તેને તગેડી મૂકવી અને શત્રુ જાતિની એકાદ છોકરીને પકડી લાવવી, સ્ત્રી પ્રિય હોય તો તેને રંગબેરંગી સુવાસિક પુષ્પ લાવી આપવાં, એ સર્વ સારા માણસનાં લક્ષણ ગણાત હોવાં જોઈએ. તેને શત્રુજાતિ સાથે બિલકુલ સંબંધ ન હેવો જોઈએ, શત્રુના સંહાર માટે કંઈ પણ વિનિષેધને સ્થાન ન હોવું જોઈએ. તેવી જ રીતે સ્વજાતીયમાં સુધ્ધાં તેને સામાજિક, આર્થિક, વ્યાવહારિક સંબંધ થોડે હોવો જોઈએ. ધામિક ઉત્સવમાં શ્રદ્ધાયુક્ત તથા ઉત્સાહપૂર્ણ અંગ રાખવામાં, યુદ્ધ જેવા પ્રકારની વાત કહેવામાં નિપુણ બનવામાં, શિકાર કરી આપ્તજનોને વર્ષમાં અનેક વખત માંસભેજન આપવામાં, મિત્રોને શિકાર, કે યુદ્ધ વગેરે પ્રસંગે સારી સહાય આપવામાં, સ્ત્રી કિંવા સ્ત્રીઓને સારા સારા ભજનાદિ આપવામાં, માતાપિતાની નમ્રતાપૂર્વક સેવા કરવામાં, જાતિનો નાયક જ્યારે યુદ્ધ વગેરેના વિચાર કરવા સભા બેલાવે ત્યારે ત્યાં નીડરતાથી સ્વમત વ્યક્ત કરવામાં અને એવા જ પ્રકારનાં સાદા, સરળ કર્તવ્ય બજાવવામાં તેના કર્તવ્યની સમાપ્તિ થાય છે: પરંતુ હાલના માણસનાં કર્તવ્ય કેટલાં વિવિધ, સૂક્ષ્મ, ગૂંચવણભય અને નાજુક છે ? પૂર્વે ગાલિપ્રદાનની સામે એકાદ તમાચો બસ થઈ પડતો. હવે તેમ થઈ શકતું નથી. હાલના શિષ્ટજને ગાલિપ્રદાનને આશ્રય નથી લેતા એ ઠીક છે, પણ તેઓ જુદી રીતે બોલે છે અને ગાલિપ્રદાનમાં પણ વિવિધતા, સૂક્ષ્મતા, ગૂંચવણ અને નાજુકતાનો પ્રવેશ થયેલ છે. એ સૂમ ગાળે આપનાર સાથે સામાજિક, ધાર્મિક, રાજકીય બાબતમાં અનેક પ્રકારના સંબંધ આવે છે, તેની સાથે સહકારથી વર્તવું પડે છે, તેના દ્વારા આપણાં અનેક ખાનગી તથા સાર્વજનિક કાર્ય કરાવવાનાં હોય છે અને તેથી તેની સાથે કેવી રીતે વર્તવું એ એક સૂક્ષ્મ અને વિકટ પ્રશ્ન થઈ પડે છે. આ પ્રકાર ગાળે આ પન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org