________________
સદસદ્ધિવેકબુદ્ધિનો વિકાસ અને ઉદય ર૦૧ ઉપરથી એમ માનવાને હરકત નથી કે, માનવપ્રાણી સુધ્ધાં પ્રથમથી ટોળાબંધી રહેતાં હોવાં જોઈએ. ગમે તેમ છે. જ્યારે માનવપ્રાણીઓએ ટ કર્યું અથવા જ્યારે તે ટોળામાં રહેવા લાગ્યા ત્યારે તેમને નૈતિક ક૯પના કેવી હતી તેને નિર્ણય અનુમાન અને કપનાથી જ કરવાના છે. હું-નું ઇત્યાદિ સાદી ક૯પના સુધ્ધાં વ્યક્ત કરનાર શબ્દ જેમની ભાષામાં નથી એવી વાનરચયૂ જેવી જ રહેનારી એક માનવજાત પૂર્વે હતી એમ ઘડીભર માનીશું. હું–તું બેલતાં આવડતું નથી તેવા બાળકમાં નીતિ અનીતિની કલ્પના જેમ શક્ય નથી તેમજ એ કાલ્પનિક જાતિમાં પણ નીતિભેદ હોવો સંભવિત નથી. બ્રહ્મવેત્તાની માફક નાનો બાળક પણ એક અર્થમાં અદ્વૈતી હોય છે તે કોઈ પણ સ્થાને ભેદ જોઈ શકતા નથી, તેને કોઈ પ્રકારને વિધિનિષેધ નથી હોતો. મૂત્ર અને પાણી, રાજ્ય અને રંક, અગ્નિ અને બરફ સર્વ કંઈ તેને સિમાન હોય છે. એ અતી બાલવેદાંતી ગમે તેવું વર્તન ચલાવે છે તે તેને કોઈ અનીતિમાન કહેતું નથી કે મનમાં પણ તેને કઈ દેપ આપતું નથી, તે હાથમાંને રૂપિયો અન્યને આપે છે તેથી સ્વાર્થત્યાગ થતો નથી કિંવા ઉડાઉપણુ પણ ગણાતું નથી. તે નીતિમાન નથી, અનીતિમાન નથી પણ નીતિથી પર છે. હું–તું સમજવા લાગે છે કે નીતિક્ષેત્રમાં તેનું પગલું પડે છે અને પછી માત્ર નીતિમર્યાદા તેની પાછળ પડે છે. તદ્દન બાલ્યાવસ્થાની માનવજાત વિષે પણ એમ જ કહેવું જોઈએ. જે જાતિના મોટા મોટા લોકો પણ હું–તેને ભેદ સ્પષ્ટતાથી ઉચ્ચારી વ્યક્ત કરી શકતા નથી તેઓ ખરેખર નીતિદષ્ટિએ બાળક છે. તેઓ ગમે તેવું આચરણ કરે તે પણ તે નીતિક્ષેત્રનું ગણાય નહિ. તેમને મુક્ત કહે કે પશુ કહે, પણ એટલું તો નક્કી છે કે તેઓ નીતિક્ષેત્રમાંના નથી. આ અવસ્થામાં તેમને સર્વ વાતે પ્રિય કિંવા સુખકર હોય એમ ન કહી શકાય, પરંતુ “અમુક મને પ્રિય છે તે આ પ્રય છે; અમુક મેં કર્યું, તે નહિ કરું' વગેરે પ્રકારના વિચાર કદાચ તેમના મનમાં હશે તો પણ તે અવ્યક્ત અને અસ્પષ્ટ સ્વરૂપમાં હોવાથી સુખદુ:ખના કે અન્ય કોઈ પ્રકાર માટે તેઓ જવાબદાર બનતા નથી અને અન્યને પણ તેઓ જવાબદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org