________________
૨૩૦
નીતિશાસ્ત્ર પ્રવેશ અસ્થાને છે. જે વાત આપણને અસ્વાભાવિક અને અસત્ લાગે છે તે અન્યને (ભિન્ન પરિસ્થિતિમાં ઊછરવાથી) કદાચિત સ્વાભાવિક અને સત લાગશે, એ વિચાર કેમ ધ્યાનમાં ન લે? ઠીક, દેશ, સમાજ, જાતિ વગેરે સામાન્ય પરિસ્થિતિ એક જ હોવા છતાં ઘરની વિશિષ્ટ પરિસ્થિતિ ભિન્ન હોઈ શકે, એ વિચાર પણ માણસે કરવો જોઈએ. એકાદ ભિખારોટ વ્યાપારીને બાળક સૂમ નીતિભેદ ન સમજી શકે તે તેના પર ચિડાવાનું કઈ કારણ નથી. આવાં એક નહિ, બે નહિ પણ હજારે દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે અન્યની નીતિ તરફ (અથવા કહે કે અનીતિ તરફ) ઉદાર બુદ્ધિથી જોવું. હવે આ કથન માટે વિશેષ વિસ્તારની જરૂર નથી.
માનવજાતિને નીતિવિકાસ સમાજ એટલે તેની અંગભૂત રહેલી વ્યક્તિનો સમૂહ. આ. અંગભૂત વ્યક્તિથી “સમાજ” નામની ભિન્ન અને સ્વતંત્ર એવી સશરીર અને સાવયવ વ્યક્તિ નથી એ છે કે ખરું હશે, પરંતુ ઇતિહાસ પરથી એવું જણાય છે કે, સમાજને પણ વ્યકિતની માફક બાલ્યાદિ અવસ્થા છે, વ્યક્તિના વિકાસની માફક સમાજવિકાસના પણ નિયમ છે; જેમ શરીરના ભિન્ન ભિન્ન અવયવ પરસ્પરાવલંબી, એકબીજાને સહાયક અને એક જીવ હોય છે, તે જ પ્રમાણે સમાજને પણ અવયવ હોય છે અને એ અર્થમાં સમાજ એક સમષ્ટિસ્વરૂપી સ્વતંત્ર વ્યક્તિ જ છે. આ માનવજાતિરૂપી વ્યકિતના સર્વ અંગનું વિકસન કેમ થતું ગયું, એ વ્યાપક પ્રશ્નનો ઊહાપોહ અહીં કરવાને કંઈ કારણ નથી; પણ નૈતિક વિકાસ કેવી રીતે તે ગયે એને માત્ર શેડો વિશે વિચાર કરીશું.
માનવપ્રાણી જન્મના પહેલા દિવસે ભલેને જંગલી હશે, પણ કોઈ પણ એક વિશિષ્ટ સમાજમાં તે રહેતાં હતાં કે નહિ એ વાદગ્રસ્ત વિષય છે. વાંદર ટોળું બાંધીને, એટલે બુદ્ધિપુર:સર ટોળું બનાવી રહે છે એમ જો કે નહિ કહી શકાય, તે પણ એટલું તો નિર્વિવાદ છે કે તે ટોળાંબંધી રહે છે અને એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org