________________
સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ર૬૯ શુદ્ધ, ઉગ્ય અને સાત્વિક બનાવી શકાય તેમ હોય તેટલું બનાવવું જોઈ એ. તાર્કિક કુશાગ્રતા કિવા વિદ્વત્તા કરતાં મનોવૃત્તિની સાત્વિકતાને જે શિક્ષણથી પિપણ મળે, જે સાત્વિક અભિરુચિ ઉત્પન્ન ક, હરેક પ્રકારની કઠોરતા, કર્કશતા, કુરૂપતા, તામસતા જે શિક્ષણથી ત્યાજ્ય લાગે, અરે દૃષ્ય લાગે તે શિક્ષણ ઉત્તમ. જેની બાળકોમાં વ્યવસ્થિત પણે જોવાની ઇચ્છા હોય તેણે પિતાના ઘરની વ્યવસ્થા જાળવવી જોઈએ. બાળકને દારૂથી દૂર રહેલું જેવું હોય તે ઘરમાં તેનું દર્શન પણ થવા દેવું ન જોઈએ. યુરોપિયને કે અમેરિકાની માફક બ્રાહ્મણને દારૂનું વ્યસન પડતું નથી તેને વશે બધા બ્રાહ્મણના ગૃહશિક્ષણને આપ જોઈએ. યુરોપિયન કે અમેરિકનમાં હિંદી કરતાં સ્વાતંત્ર્ય પ્રેમ વિશેષ હોય છે તેનો યશ તેમના ગૃહ તેમજ બાહ્ય શિક્ષણને આપવો જોઈએ. તેમનામાં સાહસવૃત્તિ વિશેષ જણાય છે તેને યશ પણ કેટલાક અંશે તેમના ગૃહ ધોરણને તેમજ સામાબ્દિક અને રાજકીય સંસ્થાને તથા વિશિષ્ટ પરિસ્થિતિને આપવો જોઈએ. આ દષ્ટિએ સદસદિકબુદ્ધિ કિંવા નીતિમત્તા પરિસ્થિતિનિમિત છે અને જ્યારે એમ છે ત્યારે વિશિષ્ટ દિશાએ નીતિનું પિષણ કરવા ઈચ્છનારાઓએ પર સ્થિતિને બને તેટલી નીતિવિકાસને અનુકૂલ બનાવવી જોઈએ.
જે સદસદ્વિવેકબુદ્ધિ એક રીતે પરિસ્થિતિજન્ય હોય તો બીજી અનુમાન એ નીકળે છે કે સામાન્ય માણસની નેતિક ભૂલ પ્રત્યે ઉદાર બુદ્ધિથી જોવાની આવશ્યકતા છે. હાલમાં આપણા તેમજ વિલાયતના સમાજની એવી કંઈ વિલક્ષણ ઘટના થયેલી છે કે કેટલાક દરિદ્રીઓને પરિસ્થિતિરૂપી સ્ત્રીઓ પાપ તરફ ધકેલે છે એમ કહેવાનો હરકત નથી. દાખલા તરીકે, યુરોપમાં મોટી મોટી મિલ અને કારખાનામાં કેટલાંક ગરીબ મજૂર સ્ત્રી પુરુષોની એવી દયાજનક સ્થિતિ હોય છે કે, તેના પાપનો ટોપલે દુષ્ટ પરિસ્થિતિને માથે મૂકવા જેવું લાગે છે. કેટલાકને અન્યના વર્તનથી ઘણો ગુસ્સો આવે છે; નૈતિક દષ્ટિએ અન્યનો પગ લથડેલો જોઈ તેમને ક્રોધ પરાકાષ્ટાએ પહોંચે છે, પણ તે અન્યને જન્મ કયા દેશમાં, કુટુંબમાં અને પરિસ્થિતિમાં થયો છે, તેની વર્તમાન પરિસ્થિતિ કેવી છે વગેરેને વિચાર કરતાં તેમને જણાશે કે પોતાને ક્રોધ કિંચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org