SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ર૬૭ દષ્ઠા હેય છે અને એની સહાય આપ્યા પછી તેને એક પ્રકારનો ઉચ્ચ સાત્તિવક આનંદ થાય છે એ પણ ખોટું નથી. માણસમાં સ્વાર્થપરતા છે જ; પરંતુ સાથે પરાર્થતત્પરતાની પાત્રતા પણ છે. કઈ કાર્યથી અન્યના મનને કેવું લાગશે, તેને દુઃખ થશે કે સુખ તે જાણવાની જ નહિ પણ તે જાણીને રાગને સંયમ કરવાની, ભે આવી રહેલ મર્મભેદક વાક્યને ઉચ્ચાર અટકાવવાની, પરદુઃખે દુઃખી થવાની અને બીજાની સાથે આનંદપભોગ લેવાની પાત્રતા તેનામાં છે. એ પાત્રતા ન હોત તો ગૃહશિક્ષણના કે અન્ય કાઈનોયે નીતિશિક્ષણના કામમાં કંઈ ઉપયોગ ન હેત. વાં બીજ ન હોય ત્યાં અંકુર ક્યાંથી ફૂટે? પરિસ્થિતિ બીજવિકાસને મદદ કરે કિંવા વિરોધ કરે કિંવા વિશિષ્ટ દિશાએ વહેવડાવે; પણ બીજ વિના પરિસ્થિતિ વધ્યા છે. કેટલાંક સ્ત્રીજાતીય સુક જતુ તજજાતીય પુરુષબીજ વિના આપોઆપ બચ્ચાને જનમ આપે છે; પણ પરિસ્થિતિના અંગમાં તેવી શક્તિ નથી. કહેવામાં આવે છે કે, પ્રેમાળ માતા સમાન નીતિશિક્ષક કેઈ નથી, પણ માતા હશે તો તે પોતાને ‘બાળકને ” નીતિમાન કે અનીતિમાન બનાવશે; “ બાળકની સાથે જ સ્તનપાન કરનાર લૂગડાને છેડાને” બનાવી શકશે નહિ; કારણ સ્તનના દૂધથી ભી જતા છેડામાં નીતિ અનીતિની પાત્રતા નથી. મનુષ્યપ્રાણી કેવળ સ્વાર્થતત્પર હોત, તેનામાં પ્રેમનું બીજ ન હોત તો તે સિંહવ્યાધ્રાદિ પ્રાણીની માફક વતંત; બહુ તો શું કરતાં એક જ્ઞાને વિશેષ હેત; પણ તેને નીતિઅનીતિને વિધિનિષેધ રહ્યો ન હોત, કલ્પના પણ થઈ ન હત. સિંહવ્યાધ્રાદિ હિંસક પ્રાણીને જેમ કોઈ નીતિદૂષણ આપતું નથી, તેમજ મનુષ્યને પણ કોઈ દેખ આપી શકયા ન હોત. ઠીક, માણસ કેવળ પરાર્થતત્પર હેત, તો પણ કોઈએ તેનો ધન્યવાદ ગાયા ન હોત. દીપકની દિવેટ પિતાને ભોગ આપે છે અને લોકોને પ્રકાશ આપી ઉપયોગી બને છે તેથી તેને કોઈ મહાન સ્વાર્થ ત્યાગી કહેતું નથી. એ જ પ્રમાણે પરાર્થતત્પરતા જ માણસની અનિવાર્ય પ્રવૃત્તિ હોત, સ્વાર્થને વિરોધ તેની કલ્પનામાં પણ આવ્યો ન હતો, તે આત્મહિતની આહુતિ પતંગિયાની માફક જ અંધત્વથી આપતો હેત તે તેના નૈતિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy