________________
નીતિશાસ્ત્રપ્રવેશ દૂર થાય છે. તે પ્રમાણે જેમ જેમ નૈતિક ઉન્નતિ થતી જશે તેમ તેમ નૈતિક પૂવસ્થા અધિક જ દૂર જણાવા લાગશે. કેટલાક કહે છે કે, ગમે તેવો મેટો વડ હેય પણ તેનુંયે વિકસન જેમ અનંત નથી તેમજ નીતિનું છે. એ લોકોને મત એવો છે કે, સવ નૈતિક પ્રશ્નોને નિર્ણય થઈ જાય, સર્વ ઈથિ જિતાય, સુદ અહંકાર દૂર થાય, આપ-પરભાવ નષ્ટ થાય, સર્વભૂતમાં “સ” દષ્ટિથી એટલે નિર્વિકાર દૃષ્ટિથી અને સ્વ' વિષે મર્યાદા બહારને પ્રેમ ન રહે તેવી રીતે જોઈ શકાય, કઈ પણ બાબત વિષે દુરાગ્રહ કે આસક્તિ રહે નહિ– ટૂંકમાં કહીએ તે જગકર્તાની દૃષ્ટિ અને વૃત્તિ આપણને સમજાય અને તે આપણામાં વસે તથા તેની સાથે તાદામ્ય અનુભવાય એટલે સમજવું કે આત્મરૂપી કમલનું પૂર્ણ વિકસાન થયું છે. આમાંની કઈ પૂર્ણ વિકસિતાવસ્થા ખરી; એટલે કઈ શિકય, ઇષ્ટ, મનનીય, ધ્યેય અને આકાંક્ષેય એ વિષે વાદ કરવાનું આ સ્થળ નથી; પણ સદસદ્વિવેકબુદ્ધિનું માનવી વ્યક્તિમાં કેવી રીતે વિકસન થાય છે તેનું ઉપર જે દિગ્દર્શન કર્યું છે તે પરથી વ્યાવહારિક નીતિશિક્ષણ વિષે જે કંઈ વિચાર સૂઝે છે તે કહીને માનવજાતિના નૈતિક વિકસન તરફ દષ્ટિ કરીશું.
પ્રેમ એ નીતિનું બીજ છે. મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ સ્વાર્થ સાધવા તરફ તેમજ હરેક પ્રકારને વિપયભાગ તરફ હોય છે એમ કહેવામાં આવે છે તે ખોટું નથી; પણ લોકેનું દુઃખ જોઈને તેને તેટલું જ સ્વાભાવિકપણે દુઃખ થાય છે, લોકોને આનંદિત જોઈ તે પણ સ્વાભાવિક રીતે “મનમાં કપટ નથી હતું તે” આનંદિત બને છે, લેકોને સંકટ સમયે સહાય કરવાની સ્વાભાવિક
* આ અવસ્થા વિશિષ્ટ વયપ્રમાણ દર્શાવતી નથી. મેઘધનુષ્યના રંગ જેમ એકની પાછળ એક હોય છે, પણ તે એક રીતે એકબીજા સાથે મિશ્રિત થયેલા હોય છે તે જ પ્રમાણે આ વિકાસનાવસ્થાની સ્થિતિ છે. વચમાં કઈ કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે એ અહીં વિવક્ષિત નથી પણ નીતિબુદ્ધિનું વિકાસન ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ પગથિયે પગથિયે કેવી રીતે થાય છે તે દર્શાવવાનો હેતુ છે. જોકે વ્યવહારને અનુભવ એ પદક્રમને સર્વ રીતે મળતો નહિ હોય, પણ તે ક્રમ કંઈ તદ્દન અનુભવથી દૂર પણ નથી. ઊલટું, છાયાની માફક તેની નજીકમાં જ હોય છે એટલે માત્ર લક્ષમાં રાખવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org