________________
સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય ૨૬૩ તેવી જ રીતે બાળકને નૈતિક કાર્યની પણ આછી કલ્પના બોલવા લાગ્યા પહેલાં થયેલી હોય છે એમ સૂમ દષ્ટિએ નિહાળનારને જણાયા સિવાય નહિ રહે.
બાળક બોલતું ચાલતું થાય છે એટલે આપણે તેને અમુક કરવું, તમુક ન કરવું એવા પ્રકારને ઉપદેશ આપીએ છીએ. આ વયમાં તેની નિરીક્ષણશક્તિ સારી રીતે વધેલી હોય છે અને વડીલ જનોને શું પસંદ છે, શું નથી પસંદ, એ તેમના બેલવા ચાલવા પરથી જાણી લેવાની શક્તિ તેને પ્રાપ્ત થયેલી હોય છે. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે, વડીલ માણસના વર્તનને અપ્રત્યક્ષ ઉપદેશ, “હે બાળક, હું તારા ભલાની વાત કરું છું, ખરું બોલવું, જૂઠું બોલવું નહિ” વગેરે પ્રકારના પ્રત્યક્ષ ઉપદેશ કરતાં વિશેષ અસરકારક હોય છે. બાળપણથી જે માંસભક્ષણ કરવાની ટેવ હોય છે તે તે બાળકની સદસધિવેકબુદ્ધિ માંસભક્ષણમાં પાપ હોવાનું કહી શકતી નથી. ઘેર રોજ નાહવાધવાની રીત હોય છે તે બાળક સમજુ થયાં પછી કોઈ દિવસ સ્નાન નહિ થયું હોય તે તેને ઠીક કર્યું નહિ” એમ જ લાગશે. બાળકે બીડી પીવી ન પીવી, ખરું ખોટું બોલવું, વઢવું, બીજાને માઠું લાગે તેવું બોલવું વગેરે વાતે ઘરના માણસો પાસેથી (અને પછી વિદ્યાલયના ગુરુ, સેબતી વગેરે પાસેથી) શીખે છે. માતા પિતા જે હમેશ પાડોશી સાથે વઢતાં હશે, મર્મભેદક વાક્ય ઉચ્ચારતાં હશે તો બાળકને પણ તેવી ટેવ પડશે અને તેમાં તેને કંઈ ત્યાજ્ય ન લાગે એ સ્વાભાવિક છે. બાળકને જેવી ટેવ પાડવી હોય છે તેવી પડે છે. બાળક માબાપ અને વડીલ જનનું અનુકરણ કરે છે એ વાત પ્રત્યેકની જાણમાં જ છે. એ ટેવ, એ વલણ, વખતેવખત પ્રત્યક્ષ કરેલા ઉપદેશ, અને ઉપદેશ નહિ સાંભળવાના પરિણામે પિતાને કે ભાઈ બહેનને થયેલી કે થતી શિક્ષો વગેરેના કારણે નૈતિક નિયમનું જ્ઞાન પૂર્વ કરતાં વિશેષ સ્પષ્ટ અને નિશ્ચિત બને છે.
પછી બાળક વિદ્યાલયમાં જઈને ઈતિહાસ, પુરાણ, શાસ્ત્ર વગેરેને અભ્યાસ કરવા લાગે છે, કિંવા વિરુદ્ધ વિચારના કે પ્રવૃત્તિના અથવા સંસ્કૃતિના માણસો સાથે સંબંધમાં આવે છે એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org