SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ર૪૯ થાર હોય છે. આપણે આત્મા એ મનનું બંધન કરે છે. મન એ રખડતું ઢોર છે, તે પરધન. પરકામિની તરફ દેડી જાય છે, તેથી વિવેકરજજુથી તેનું નિયમન કરવું પડે છે. “શ્રેય શું છે તે અંતરાત્મા સમજે છે. “પ્રેમ” ત્યજીને શ્રેય સંભાળવાની વાત આત્માને સંમત છે. એવા વર્તનથી તે પ્રસન્ન થાય છે માટે શ્રેય” પ્રમાણભૂત છે. સાકર જીભને ગળી લાગે છે માટે જ ગળી છે, તે પ્રમાણે જ સદાચાર અંતરાત્માને સારે અને પ્રમાણભૂત લાગે છે માટે સારે અને પ્રમાણભૂત છે. જગતમાં એકલે જ માણસ હોય અને તેને સાકર ગળી કેમ છે એ પૂછવામાં આવતાં તે શું કહે ? બીજો આત્મા ન હોય એવી સ્થિતિમાં એક આમાં માને કે “સાકર ગળી છે” તો તે ભ્રમ છે એમ કહેવાને માટીને તૈયાર છે કે ? પ્રેમ શામાટે કરે, અન્યને દુઃખ કેમ ન આપવું વગેરે નીતિનિયમનાં પ્રમાણ ઈચ્છનારને લેવ મા તિલકે ગીતારહસ્યમાં ઉત્તર આપો છે કે, સર્વને આત્મા એક છે તેથી જ્ઞાનીને પોતે અને અન્ય એ ભેદ જ રહેતું નથી અને બીજા પર કેમ પ્રેમ કર એ પ્રશ્ન જ ટકતો નથી. તિલક કહે છે કે, ગીતાના નીતિશાસ્ત્રને વેદાંતના આત્મક્યત્વને આધાર છે તેથી એને પાયો મજબૂત છે. મીલ વગેરે જનહિતવાદી લેકે પ્રેમ અને પરોપકારની ઉ૫પત્તિ બરાબર લગાડી શકતા નથી એવો આક્ષેપ છે. એ આક્ષેપ નવો નથી. મીલે પોતાના જનહિતવાદ નામક ગ્રંથમાં ઉત્તર આપતાં જણાવ્યું છે કે, સુસંસ્કૃત માણસને પરેપકાર સારે લાગે છે માટે તે સારો છે; અન્ય કંઈ કારણ નથી. તે જાણતો હતું કે જે સુસંસ્કૃત નહિ હોય તેને આ તાવ પસંદ પડશે નહિ. રાસુસંસ્કૃતની પાસે પણ પોતાનો અભિપ્રાય સ્વીકારાવવાની પ્રતિજ્ઞા તેણે કદીયે કરેલી નથી. જેને સંગીત પ્રિય ન હોય તેની પાસે ગાનની મીઠાશ કેણ સ્વીકારાવી શકે? એરિસ્ટોટલે પિતાના નીતિવિષયક ગ્રંથમાં પણ પ્રથમ જ કબૂલ કરી દીધું છે કે હું જે તત્ત્વનું પ્રતિપાદન કરવાનો છું, તે ગ્રીક સંસ્કૃતિમાં ઊછરેલાઓને જ રચશે. જગલીઓને રચશે જ એમ કહી શકાય નહિ. લેમાત્ર તિલકને આવી સાપેક્ષ અને એક રીતે અનિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy