________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ર૪૭ કે, તેનું કથન સાંભળવું એ ઉત્તમ છે એમ અમને લાગે છે, અન્ય કંઈ જ ઉત્તર નથી. એમાં કોઈને જુલમ નથી. જુલમથી કેાઈ સદાચારનો સ્વીકાર કરીએ તો તે ખરે સદાચાર જ નથી.
નીતિશાસ્ત્રજ્ઞ માટને કહે છે કે, નીતિનિયમ આપણા અંતરાત્માને સારા લાગે છે તેથી આપણે તેમને સ્વીકારીએ છીએ એ વાત ખરી છે, પણ તે (નીતિનિયમ) અંતરાત્માએ સ્થાપેલા નહાતાં પરમાત્માએ સ્થાપેલા હોય છે. એ પરમાત્માનું અને આપણા ખરા અંતરાત્માનું ઐક્ય છે માટે પરમાત્માએ કરેલા નિયમ આપણને રુચે છે અને તે જ આદરણીય લાગે છે, પણ તેનું જનકવ આપણી પાસે નથી. અખિલ ત્રિભુવનમાં આપણે એકલા જ છેએ એવી કલ્પના કરીએ – પરમાત્મા નથી કે અન્ય કઈ પણ આમાં નથી એમ ક્ષણભર કલ્પીએ – તે નીતિનિયમનું બંધકત્વ નાશ પામે એમ માને કહે છે. આવા એકાકી આત્માને બંધન” આપનાર અન્ય કોઈ આત્મા નહિ હોવાથી તેને નીતિનિયમ બંધનકારક થાય નહિ. બંધન કહીએ એટલે જેને બંધન કરવાનું હેય તે અને જે બંધન આપે છે તે, એવા બે આત્માનું અસ્તિત્વ ન્યાયતઃ સ્વીકારવું જ પડે છે. આપણે આપણી ખાંધ પર જેમ બેસી શકતા નથી તેમજ આપણે આમાં આપણને બાંધી શકતો નથી. માટીનોએ આ અર્થ વ્યક્ત કરવા માટે ઘંટીની ઉપમા ગ્રહણ કરે છે. ઘંટીમાં નીચે એક અને ઉપર એક એવાં બે પડ હોય તે જ તે દળી શકે; નહિ તે દળવાનું કામ તે કરી શકે નહિ. અને ઘંટીપણું પણ તેને પ્રાપ્ત થાય નહિ. આ પ્રમાણે જ જે માણસ નીતિનિયમનું બંધન કબૂલ કરે છે તેને (૧) બદ્ધ થનારે-ખુશીથી બદ્ધ થનાર કહે – પિતાને આમાં અને (૨) બંધન કરનાર પરમાત્મા રમ થવા ઈશ્વર એ બેનું અસ્તિત્વ સ્વીકારવાની આવશ્યકતા રહે છે, એવી માટીની કેટી છે પરંતુ એ કોટી યુક્તિક નથી. નવ ત્રિભુવનમાં એટલે જ માણસ હોય – દેવ, દાનવ, કિંવા
* Types of Ethical Theory. ii. P. 107. Or see, Relation between Ethics & Religion, P. 5.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org