________________
નીતિશાસ્ત્રપ્રવેશ કરવા જેવું છે. અરે, મતાન્તર કરીને જીવ બચાવવા કરતાં પોતાને પ્રત્યક્ષ હાથ બળ જે અને એ ક્રિયા અનુભવવી એ તને
અધિક પ્રિય હતું. ત્યારે આ અવસ્થા જીવ બચાવીને સુખ ભોગ લેવાની અવસ્થા કરતાં વિશેષ “સુખકર લાગી હશે કે કેમ, એ પ્રશ્નનો ઉત્તર આપવા વૃથા શાબ્દિકવાદ કરવામાં કંઈ અર્થ નથી. કેટલીક વાત તાત્કાલિક, એન્દ્રિય, વૈયિક સુખ આપનારી નથી હોતી, પણ ઊલટી દુઃખદાયક હોય છે, તથાપિ તે પ્રિય હોય છે એ મુદ્દો છે. પછી એ પ્રિયતા તે વાતની રાખપ્રદતાને લીધે કહે, શ્રેયસ્કરતાને લીધે કહે કે આત્મપ્રસાદકતાને માટે કહે. એરિસ્ટોટલ પિતાને નીતિશાસ્ત્ર ઉપરની ગ્રંથમાં કહે છે તે પ્રમાણે સજજ ન સદાચારપ્રિયતાને લીધે સદાચારી હોય છે કે તજજન્ય પ્રસનના માટે હોય છે એ વાદ વિશેષ મહત્ત્વનું નથી, આત્માની જે ઉરમ પ્રસન્નતા છે તે શુદ્ધ, અહંકાર, ખેચ્છા અને સ્વાર્થપરાયણતા ત્યા સિવાય પ્રાપ્ત થાય તેવી નથી એ ત્રિકાલાબાધિત રૂવે છે.
હવે સજજનને સદાચાર કેમ પ્રમાણભૂત લાગે છે તેને ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.
સાધુત્વ શ્રેયસ્કર છે એ ત્રિકાલાબાધિત સત્ય શાસ્ત્રમાં કહેલું છે માટે સાધુત્વને શ્રેયસ્કર માનનારા ઘણા હશે; પણ શાસ્ત્ર પર એટલી શ્રદ્ધા નહિ ધરાવનાર સજજને શો ઉત્તર આપી શકશે તેને આપણે વિચાર કરીશું. તેઓ કહેશે કે, અંતરાત્માને પૂછતાં સન્માગ જ શ્રેયસ્કર છે એમ અમને લાગે છે અને તેથી અમે એ માર્ગે જવાને પ્રયત્ન કરીએ છીએ. એનું પ્રમાણ તરીકે અમારા અંતરાત્મા સિવાય અન્ય કંઈ નથી. આ “અંતરાત્મા” અને આપણું “મન' એ ભિન્ન છે અને આપણું મનને સુખ, માન વગેરેનો અભિલાષ હોય છે; પણ જે અંતરાત્મા છે, તે સુખ, ધન, માન, વગેરે પ્રિયવાન અને પ્રેયને તુચ્છ લેખી શ્રેયની અનન્ય ભક્તિ કરવા કહે છે. અંતરાત્માને આ ઉપદેશ આપણે કઈ વખત સાંભળીએ છીએ, કોઈ વખત મન પ્રબળ બની મોહિત બનાવે છે અને અંતરાત્માને તે વખતે ચૂપ રહેવું પડે છે. જે વખતે અંતરાત્માને કલ્યાણપ્રદ ઉપદેશ સાંભળીએ છીએ, તે વખતે તે શા માટે સાંભળવે, એ પ્રશ્નને એટલે જ ઉત્તર આપી શકાશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org