________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ૨૪૫ ચાર જ છે, નિદાન મિથ્યાચાર તો છે જ. એક સ્થળે હે. કહે છે કે, જે દુઃખના ભયથી ઈદ્રિયનિગ્રહ કરે છે તે ઇકિયાને દાસ જ છે. સેનાપતિની ધાસ્તીથી સિપાઈ યુદ્ધમાંથી નાસી જતો નથી તે કંઈ શૂર નથી, ખરે ઈદ્રિયવિજય કિંવા ખરું શોય તે જ કે જેમાં સ્વાર્થની ગંધ નથી. એ નિ:સ્વાર્થ, નિરપેતા કે નિષ્કામ પ્રેમ જગતમાં અશકય છે એમ કહેવું ખોટું છે. ધર્મ માટે પ્રાણ આપનાર, પતિને માટે પ્રસંગે પ્રાણુ ત્યાગ કરનાર સાધ્વી સ્ત્રી, દેશપ્રેમથી સમરભૂમિ પર દેહભાન અવસર જતા વર, અપત્યપ્રેમથી સુધા, તૃષા, નિદ્રા વગેરે ભૂલી જતી માતા વગેરેનું અસ્તિત્વ જે માનવું હોય તે નિષ્કામ પ્રેમનું પણ અસ્તિત્વ સ્વીકારવું જ જોઈએ; કારણ એ નાની મોટી વિભૂતિને કરી કરવામાં કે સ્વાર્થ સાધવાને હેય છે ? જે સ્વાર્થ તરફ જ તે જુએ છે એથી ઓછા કઠિન માગ તેમને મળી આવે તેમ છે.
કાઈ કહે કે એમને પણ એક પ્રકારને ઉચ્ચતર સુખની વાંછના હોય છે. તે ભલે તેમ કહેવામાં આવે. શ્રી રામચંદ્ર ભમવાને રાજત્યાગ કરી પિતૃવચન પાળ્યું એમાં એક પ્રકારને ઉચ સ્વાર્થ હોતે એમ કહેવું એ વિપરીત છે. તેમ કહેવાની ઈચ્છા હોય તે ખુશીથી તેમ કહી શકે છે. માત્ર ધ્યાનમાં રાખવું કે, અહીં સ્વાર્થ નો અર્થ સામાન્ય ભાષાના અર્થથી ભિન્ન છે. અહીં “સ્વ” એટલે વિજયલાલસાની ઈચ્છા કરનાર, સુખની લાલસા ધરાવનાર અને માનની અપેક્ષા રાખનાર આત્મા નહિ; પણ જે સત્ય” જે શ્રેયસ્કર, જે ઉચ્ચતમ અને જે કર્તવ્ય તે જ કરવા ઈચ્છનાર આત્મા છે. શ્રીરામને રાજને ત્યાગ કરવામાં આત્માની પ્રસન્નતા જોઈતી હતી અને પ્રસન્નતા એટલે એક પ્રકારનું સુખ જ છે, એવી કેટી રચી શકાય; પણ સ્વસુખ અને આત્મપ્રસાદમાં જમીન આસમાનને તફાવત છે એ ભૂલી જવું જોઈએ નહિ. પૂર્વે ઈગ્લાંડમાં કેન્સર નામનો એક નિસ્પૃહ અને દઢ ચિત્ત માણસ થઈ ગયો છે. તે પ્રોટેસ્ટંટ મતનો અનુયાયી હતો અને પિતાને ધાર્મિક મત બદલવા તૈયાર થતું ન હતું તેથી તેને કેથલિક પંથના અધિકારીઓએ જીવતે બાળી દીધું હતું. આવા પ્રસંગે દહન થવામાં
મરને સુખ થતું હતું એમ કહેવું એ સુખ શબ્દને દુરુપયોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org