________________
२४२
નીતિશાસ્ત્ર પ્રવેશ સમાજમાં માનમરતબો વધે છે અને એ સદાચાર પોતાને પ્રિય હેવાનો માણસ ભાસ કરાવે છે.
(૪) કેટલાક વિધિનિષેધાત્મક નિયમને ધર્મનું બળ હોય છે અમુક એક કાર્ય પુણ્યપ્રદ છે, તે કરવાથી સ્વર્ગપ્રાપ્તિ થશે કિવા ભાવી જન્મમાં અમુક લાભ મળશે; તમુક વાત પાપ-મક છે, તેના આચારથી નરકપ્રાપ્તિ થશે અને અસહ્ય દુઃખ ભોગવવું પડશે. એવા પ્રકારની સગતિની આશાથી કે અસદ્ગતિના ભયથી ઘણું લોક સન્માર્ગ સ્વીકારે છે અને કુમાર્ગ ત્યજે છે.
(૫) સદાચારથી મનને જે એક પ્રકારની પ્રસન્નતા લાગે છે, તે પ્રસન્નતાની ઈચ્છાથી કેટલાક સદાચારરત હોય છે. તેવી જ રીતે દુરાચારથી મનને જે પશ્ચાત્તાપ થાય છે તેનાથી દૂર રહેવાને કેટલાક દુરાચારને ત્યાગ કરે છે.
નીતિબંધન શા માટે પાળવાં, એ પ્રશ્નના સામાન્ય રીતે આપી શકાય તેવા ઉક્ત પાંચ ઉત્તર છે. નીતિતવના આ પાંચ પ્રમાણમાં એક એ વાત સ્વીકારી લીધેલી છે કે, માણસ જે કંઈ પણ કર્મ કરે છે તે સુખપ્રાપ્તિ કિંવા દુઃખનિવારણાર્થે કરે છે. સુખપ્રાપ્તિ કિંવા દુઃખનિવારણનો હેતુ રાખીને માણસ પુષ્કળ કર્મમાં પ્રવૃત્ત થાય છે એ વાત ખોટી નથી, પણ એ જ હેતુ માત્ર માણસને કર્મમાત્રમાં પ્રવૃત્ત કરે છે એમ કહેવું એ ભૂલ છે. માણસને પરોપકાર સારે લાગે છે માટે પરોપકાર કરવાથી સુખ થાય છે. પરેપકાર સુખકર છે માટે તે સારો છે એમ નથી.
કેટલાક સુખવાદીઓ આ સંબંધમાં એવો આગ્રહ દર્શાવે છે કે, પરોપકાર કરવાની ઇચ્છા કિંવા કૃતિ થયા પછી તે કરવામાં આવતું નથી તે મનને દુઃખ થાય છે તેથી એ દુ:ખ ટાળવા માટે આપણે પરોપકાર કરીએ છીએ. એટલું કબૂલ કરવું પડશે કે આ વાતમાં સત્યનો અંશ છે. કેટલીક વખત આપણે સારી રીતે સમજતા હોઈએ છીએ કે, અમુકને ભિક્ષા, દક્ષિણ કે ફાળો આપો એ કુપાત્રે દાન કરવા જેવું છે અને એવું દાન ન કરવું એ જ કર્તવ્ય છે; પણ “ના” કહેતાં સંકોચ થાય છે તેથી દક્ષિણ કે ભિક્ષા આપી છૂટા થઈએ છીએ. અને વળી તેમ કરવામાં આપણને લાગે છે કે, આપણે અતિ કોમળ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org