________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ૨૩૯ નીતિબંધન શા માટે માનવાં? અમે ન માનીએ તે લોકોનું શું જવાનું છે ? શું તમે એમ કહે છે કે, પ્રભુ ગુસ્સે થશે? પણ પ્રથમ પ્રભુ છે એમ શા ઉપરથી? અને તે ગુસ્સે થશે તે અમને શું કરવાનો છે ? બહુ બહુ તે નરકમાં નાખશે એ જ ને? અહીં અમે નિરાંતે સુખેપમોગ લઇશું, આગળ જે થશે તે જોઈ લઈશું ?” એવા પ્રકારની અસંસ્કૃત, નાસ્તિક અને આર્યજનને અનુચિત વિચારસરણીની ખબર લેવાની આવશ્યકતા છે. આ વિષય ગલીચ છે માટે તેને છોડી દેવો એ શાસ્ત્રદષ્ટિએ ઇષ્ટ નથી. ભૂમિ જેમ ચંડાલ કે અન્ય કોઈથી અભડાતી નથી; તે સદૈવ પવિત્ર છે, તેમજ શાસ્ત્ર સદા પવિત્ર છે. શાસ્ત્રનું નામ આવ્યું કે પછી તેમાં કઈ પણ (લઘુ કે દીર્ઘ) શંકાને દુધી કહી શકાય નહિ. શાસ્ત્રને દુર્ગધી કે વટાળ હેય તો અસત્ય, દુરાગ્રહ અને વિતંડાવાદને છે. શંકા યોગ્ય હોય છે તો શસ્ત્ર તેને તિરસ્કાર કરતું નથી. કદાચિત તે વિચારના અંતે “માન્ય” કરે નહિ, પણ તે “મનનીય ” નથી એમ કેમ કહી શકાય ?
બૅન્થમ નામનો એક અંગ્રેજ નીતિશાસ્ત્રવિવેચક થઈ ગયો છે. તેનું કહેવું એવું હતું કે, “ધર્મસંસ્થાપકે જે બંધન દાખલ કરે છે તે કેવળ જુલમ છે. ધર્મસંસ્થાપકને વ્યભિચાર ખરાબ લાગે છે માટે તે વ્યભિચાર એ પાપ છે એ સર્વસામાન્ય નિયમ દાખલ કરે છે. એવાં બંધન પાળવાં હોય તે પિતે જાતે પાળે પણ બીજાના હાથપગ શા માટે બાંધે? વ્યભિચારમાં કોઈને પાપ જણાતું ન હોય તે ધર્મસંસ્થાપકે એ બંધન પાળવાને શા. માટે જુલમ કરે જોઈએ? ધર્મસંસ્થાપકને અમુક એક બાબત સારી લાગે માટે તે બધાને એ સારી લાગે એમ કેમ કહેવાય ? વાસ્તવિક રીતે જેને જે યોગ્ય લાગે તે તેણે કરવું જોઈએ. કોઈને ચોરી કરવી યોગ્ય લાગે તે તેણે શા માટે ચોરી ન કરવી ? ચોરી ખરાબ વસ્તુ છે એમ પ્રત્યેકને લાગે છે એવું તમે શા ઉપરથી માની લો છે? તમને ચોરી પાપાત્મક લાગે છે. પણ ધંધાદારી ચેરના છોકરાઓને કે એવા જ બીજા માણસોને તેમાં નિંદ્ય જેવું કંઈ લાગતું નથી. એવાઓને ચોરી નહિ કરવાને ઉપદેશ આપવાને તમને શું અધિકાર છે? અને તેમણે તમારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org