________________
કાર્યકાર્ય કરાવવાની કટી
૨૩૫: શીખવવાની જરૂર રહેતી નથી. પિતાની અનેકવિધ સંપત્તિમાંની કઈ સંપત્તિ વિશેષ મહત્ત્વની છે, કેનું કાર્યક્ષેત્ર કિંવા ઉપર્યુક્તતાક્ષેત્ર કેટલું મર્યાદિત છે, સંકટના સમયે કોનો ત્યાગ કરવો અને કોને કદી પણ ગુમાવવી નહિ એ બાબતનું જ્ઞાન તેને સ્વાભાવિક હોય છે. કઈ વસ્તુનું મહત્ત્વ કિંવા મૂલ્ય કેટલું છે તે નક્કી કરવા માટે તેને કોઈ પણ પ્રકારના ત્રાજવાની, ફૂટપટ્ટીની કે કસોટીની જરૂર નથી હોતી. સારે અનુભવી વૈદ્ય જેમ રોગનું મૂળ નજરે પડતાં જ તેને રોગ સમજી જાય છે કિંવા અનુભવી ઝવેરી રત્ન હાથમાં પડતાં તે પર દષ્ટિ કરતાં જ તેની કિંમત જાણી જાય છે, કિંવા બીજગણિતને પંડિત દાખલો જોતાની સાથે જ તેની રીત પામી જાય છે તેમ જ અરે, તેથી અધિક બિનચૂક રીતે આત્મજ્ઞાનીને કયું કર્મ કેટલું મહત્ત્વનું છે, તે જ કર્મ ક્યારે વિશેષ મહત્તવનું બને છે, કયું કયારે શ્રેયસ્કર હોય છે, ક્યારે અશ્રેયસ્કર હોય છે, જ્ઞાનલાલસા કરતાં પ્રેમ કે જીવન આશા કિંવા સુચ્છા ક્યારે અધિક માનનીય હોય છે, કયારે ઓછી હોય છે, રસિકતાનું મહત્ત્વ કેટલું છે, સૌજન્યને તે ક્યારે પિષક હોય છે, ક્યારે દૂષક હોય છે વગેરે હસ્તામલકવત આપોઆપ સમજાય છે. તેને જોવા માટે આત્મજ્ઞાનીને કોઈ પણ કૃત્રિમ આયનાની જરૂર હોતી નથી.
જે સ્થિતપ્રજ્ઞ હોય છે તેને તેનું મન શુદ્ધ હોવાના કારણે કર્યાકાર્યવ્યવસ્થા કરવાના કામે “અધિકનું અધિક હિત” કિવા એવી જ બીજી એકાદ કસોટીની જરૂર પડતી નથી. તેની બુદ્ધિ અવિકાર્ય, સ્થિર અને “સમ” હોય છે, તેને મન ફસાવી શકતું નથી, તે સ્વાભાવિક રીતે જ સર્વ-ભૂત-હિત-રત હોય છે. તે સર્વ-ભૂત-હિત-રતત્વના આધારે કાર્યકાર્ય કરાવતા નથી. તે કાર્યનું જ્ઞાન તેના હૃદયમાં આપોઆપ સ્ફરે છે અને તે સ્વાભાવિક રીતે જ સર્વ-ભૂત-હિત વિષે દક્ષ હોય છે, એમ ગીતા કહે છે એવું છે. માત્ર તિલકે ગીતારહસ્યમાં કહ્યું છે તે માર્મિક છે. કમળ કે ચંદનના સુવાસ પ્રસાર માટે કોઈને કંઈ કહેવું પડતું નથી. તેને સ્વભાવ જ સુવાસ પ્રસરવાને હેય છે. એવું જ આત્મવેત્તા સજજનનું છે. તે સ્વભાવઃ જ પરહિતદક્ષ – વિશ્વહિત દક્ષ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org