________________
નીતિશાસ્ત્ર પ્રવેશ સમબુદ્ધિ, સ્થિતપ્રજ્ઞ, જેનો આત્મા પૂર્ણ રીતે પરિચિત અથવ: વિકસિત થયો છે અને અવિકાર્ય છે એવો માણસ. એવા
અધિકાર માસ જ સૌજન્ય એટલે શું એનું યથાર્થ વર્ણન કરી શકે. સામાન્ય માણસને આત્મા અવિકસિત કળીની અવસ્થામાં હોય છે, તેનું પૂર્ણ વિકસન થયેલું નથી હોતું તેથી પિતાનું ખરું અને ઉચ્ચતમ સ્વરૂપ શું છે તે તે સ્પષ્ટ રીતે નથી શકતે નથી; ભિન્ન વ્યક્તિનું વિકસન ભિન્ન રાવસ્થામાં હોવાથી તેને આત્મસ્વરૂપમાં ભિન્નતા જણાય છે અને જેટલી વ્યક્તિ તેટલાં આત્મસ્વરૂપ એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ માટે નિશ્ચયપૂર્વક પૂર્ણ વિકસિત આત્મસ્વરૂપ કહેવાનું શક્ય હે તું નથી. તથાપિ સ્વરૂપનિર્ણયને પ્રશ્ન કેઈથી પણ ટાળવો શક્ય નહિ હોવાથી પ્રત્યેક યથામતિ અને યથાશાંત પ્રયત્ન કરવો જ જોઈએ. પાછળના એક પ્રકરણમાં સામાન્ય જનોને અનુભવને આધાર લઈ એવો પ્રયત્ન કર્યો છે તે પરથી જણાઈ આવ્યું છે કે, આત્મા જ્ઞાનપ્રિય, સૌદર્યાભિલાષી, સુખલોલુપ અને સૌજન્યની આકાંક્ષા રાખનાર છે. સૌજન્યની આકાંક્ષા કાલભેદ કિંવા વ્યક્તિભેદથી ઓછીવત્તી તીવ્ર હોય છે, પણ સૌજન્ય વિનો શાંતિ કે પ્રસન્નતા નથી એ વાત પ્રત્યેક સદેવ જાણતા હોય છે. સૌજન્યના ઉદરમાં પરોપકારબુદ્ધિ આવે છે. પપકાર એટલે અન્યને ધન કે સુખ આપવું એમ સમજી લેવાનું નથી. દુનને ધન આપવામાં આવે કે વ્યસનીને મન માને તેમ વર્તવા દેવામાં આવે તો એ કાંઈ પરોપકાર નથી. અન્યને સુખ આપવું, દિલ દુખવવું નહિ વગેરે પ્રકારના પરોપકાર બુદ્ધિ બતાવે છે, પણ તે અન્યના સૌજન્યને જ્યારે પિષક હય, નિદાન પ્રતિકૂલ ન હોય, ત્યારે જ તે એમાં અંતર્ભાવ પામે છે. એ સિવાયના પ્રસંગે નહિ. પોતાની ઉન્નતિ અને બીજાની ઉન્નતિ બને તેટલી રીતે કરવાની બુદ્ધિનું નામ સદ્દબુદ્ધિ છે – એ રીતે આત્માને શું પ્રિય હોય છે, કયા પ્રકારની બુદ્ધિ સમાધાન અપે છે તેનું સામાન્ય વર્ણન કરી શકાશે. સામાન્ય માણસને આમ! પૂર્ણ વિકસિત નથી હોત, પણ વિકસન–યોગ્ય, વર્ધિષ્ણુ અને પ્રગતિમાન સ્વરૂપને હેય છે. પરંતુ આત્માનું પૂર્ણ વિકમન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org