________________
નીતિશાસ્ત્ર પ્રવેશ પારકાનું કલ્યાણ સાધવાનું ” ધ્યેય, તેમજ શાસ્ત્રવચન, શિષ્ટાચરણ, મિત્રોપદેશ વગેરે બાબતોની સહાય લેવાની આવશ્યકતા છે.
અન્યાશ્રય દોષ આપણો મૂળ પ્રશ્ન એ હતો કે, સૌજન્ય કિવા સક્ષુદ્ધિ એટલે શું અને તે કેવી રીતે કરાવવામાં આવે છે. એ પ્રશ્નને નિર્ણય કરવા જતાં માર્ગમાં આપણું ધ્યેય શું, પુરુષાર્થ શામ છે એ પ્રશ્ન થયો. પછી “સ્વસુખ” એ બેય કે “અધિકનું અધિક” સુખ એ બેય વગેરે શાખાત્મક પ્રશ્નોની ચર્ચા થઈ અને આત્મોન્નતિ કે આત્મપ્રાપ્તિનું ધ્યેય ઠરાવવા સુધી આપણે આવી પહોંચ્યા. આત્મપ્રાપ્તિ શાથી થાય, એ પ્રશ્નના પ્રવાહમાં પડયા પછી “આત્મા” એટલે શું, તેનાં અંગ કયાં, તેની આકાંક્ષા શી વગેરે વિવેકસ્થાને રસ્તામાં મળ્યાં. આત્માને જીવનસંરક્ષણ, સુખ, જ્ઞાન, સૌદર્ય, સૌજન્ય વગેરે વાતે પ્રિય હોય છે, પણ તે સર્વમાં અંદર અંદર વિરોધ ઉત્પન્ન થાય ત્યારે શું કરવું, અર્થાત તેમાંની કઈ વાત પ્રાપ્ત થવાથી આત્મા અધિક પ્રસન્ન થાય છે તેને વિચાર કરતાં કરતાં સૌજન્ય વિના આત્માને સંતોષ થત નથી અને તે પ્રસન્ન થઈ શક નથી, આત્માનાં સર્વ અંગમાં સૌજન્ય એ ઉત્તમ અંગ છે, સૌજન્ય એટલે આત્માને આત્મા અથવા આત્માનો અંતરાત્મા, એવો નિર્ણય આપણે કયો. આપણે સૌજન્ય એટલે શું એ બાબતની શોધમાં હતા, પણ છેવટે “સૌજન્ય એ જ આત્માનું ઉત્તમ અંગ છે ” એથી ઉચ્ચતર વ્યાપક નિર્ણય કરી શક્યા નથી. એટલું જ નહિ પણ આપણે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ આમ તેમ ભ્રમણ કરીને પાછા આવ્યા છીએ ! સૌજન્ય એટલે શું, તે “સૌજન્ય એટલે સૌજન્ય” એવા પ્રકારની આપણે વ્યાખ્યા કરી છે !
સદાચારની બુદ્ધિ તે સુબુદ્ધિ; નીતિથી ચાલવાની ઈચ્છા રાખી તે પ્રમાણે વર્તન રાખવું એનું નામ નીતિમત્તા: આમેનાત અને પોન્નતિ સાધવાની બુદ્ધિથી કર્મ કર્યા કરવું એ જ આત્મપ્રાપ્તિનો માર્ગ છે; ધન, સુખ, વિદ્વત્ત વગેરે કરતાં સૌજન્યને પ્રિય કરી વર્તવું, એનું નામ સૌજન્ય, એ વ્યાખ્યામાં અન્યાશ્રય દેપ જણાય છે અને તે ખરેયે છે; પરંતુ પ્રથમ દર્શને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org