________________
२२८
નીતિશાસ્ત્ર પ્રવેશ પ્રત્યેકમાં જે ગ્રાહ્યાં છે તે પણ ઉપર વર્ણવેલી કસોટીમાં લીધે છે. “સુખને મળમૂત્રની માફક ત્યાજ્ય સમજવું” એ બેટી સમાજને સુખવાદીઓએ નિકાલ આપ્યો છે, એ તેમની પાસેથી લેવાને ગ્રાહ્યાંશ છે; પણ ‘સુખપતિ એ જ પ્રત્યેક એય હોય છે અને હેવું જોઈએ” એ તેમનું કથન દુરાગ્રહી બને છે. માણસ હમેશાં પિતાના સુખ તરફ અખ તાકીને રહેતો નથી, તેને સુખ સિવાય અન્ય કેટલીક બાબત પ્રય હોય છે. અને સુખપ્રાપ્તિને જ પુરુષાર્થ માનીએ તે પણ અન્યને સુખ તરફ થેડીયે નજર રાખ્યા વિના આત્માને સમાધાન મળવાને સંભવ રહેતું નથી, એ વાત કોઈ પણ સુસંસ્કૃત માણસ સ્વીકારશે,
સુખ” શબ્દને સ્થાને “હિત” શબ્દ ગોઠવનાર અને “ અધકનું અધિક હિત” જેવાને કહેનારા બહુજન– હિતવાદી લેકાએ સુખવાદને ઉચ્ચ સ્વરૂપ આપ્યું છે, પણ તેમણે કર્તાની બુદ્ધિ કરતાં કર્મફળ તરફ વિશેષ લક્ષ આપવાની ભૂલ કરી છે. હવે માણસને કેટલીક પ્રવૃત્તિ અન્ય કરતાં સ્વાભાવિક રીતે જ અધિક પ્રિય અને અધિક શ્રેયસ્કર જણાવા લાગી છે એ વાત સ્પેસરા વિકાસવાદમિશ્રિત સુખવાદે કબૂલ કરી છે અને તેના તવને માર્ગ છેવટે મનુષ્યને ખરે આત્મા અને બે આત્મા, પરમાતમાં અને જીવાત્મા, સામાજિક અથવા જાતિવિશિષ્ટ આત્મા અને વ્યકિતવિશિષ્ટ આત્મા વગેરે પ્રકારના ભેદ માનનાર અધ્યાત્મ તરફ આવે છે. કેટનું નિરુપાધિક અધ્યાત્મ કર્તાની શુદ્ધબુદ્ધિને મહત્વ આપે છે. પણ વાસનાનું નિયમન કરવાનું કહીને અટવાને બદલે તેને ઉચ્છેદ કરવા કહે છે તેથી તે દેષિત ઠરે છે.
શાસ્ત્ર જોઈને સ્વધર્મ ઠરાવવાનું કહેનાર ભગવદ્ગીતાના તત્વના ગુણદોષ ઉપર આવી જ ગયા છે. કેટલાક કહે છે કે ગીતાને એ અભિપ્રાય છે કે, વર્ણ અને આશ્રમ જોઈને સ્વધર્મ ઠરાવે; પરંતુ એ કસોટી જે કે સામાન્ય પ્રસંગે ઉપયોગ હશે પણ વિકટ પ્રસંગ માટે તે પૂરતી નથી. બ્રાહ્મણ ધર્મની સ્વાભાવિક પ્રવૃત્તિ ધરાવનાર બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા સોળ વર્ષના બ્રાહ્મણ બાળકને હાથમાં શસ્ત્ર લેવાનો પ્રસંગ આવે છે. દાખલા તરીકે, જર્મનીએ બેલજીયમ પર આક્રમણ કર્યું તે પ્રસંગે બંદૂકને મજબૂતીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org