________________
૨૨૪
નીતિશાસ્ત્રપ્રવેશ ધારો કે એક નામાંકિત, શર, ચતુર સેનાધ્યક્ષ અનીતિમાન છે. બીજે યુદ્ધકાર્યમાં સામાન્ય છે પણ સૌજન્યની દૃષ્ટિએ તેનું ચારિત્ર પ્રશંસનીય છે અને યુદ્ધ પ્રસંગે એ બેમાંથી એકનો ભંગ અ યા સિવાય ચાલે તેમ નથી. આવા વિકટ પ્રસંગે ચતુર સેનાપતિને ભાગ આપી શકાય નહિ, કેમકે એ હીર ગુમ થાય તો આખા રાષ્ટ્ર પર ગુલામીની આફત આવવાની સાથે સર્વની નીતિમત્તા ડૂબી જવાને પ્રસંગે પ્રાપ્ત થાય. એ આફત ટાળવા માટે નીતિમાન સેનાપતિને ભોગ આપી ચતુર સેનાપતિને બચાવી લેવો એ જ રાષ્ટ્રનીતિરક્ષણની દષ્ટિએ ઇષ્ટ છે.
સુખાનપરાયણ વૃત્તિ કરતાં નૌજન્યપરાયણ વૃત્તિ ઉત્તમ છે, એવી રીતે સામાન્ય તર–તમ-ભાવ જો કે ખેંચી શકાય છે, પણ અમુક વૃત્તિ કરતાં અમુક શ્રેષ્ઠ છે એવા પ્રકારનું ભૂલ વિનાનું અને સગપરિપૂર્ણ કાષ્ટક તૈયાર થવું શક્ય નથી. પરિસ્થિતિ, સ્વભાવ, પ્રિયન્ત , સામર્થ્ય વગેરે જોઈને કર્તવ્ય અકર્તવ્ય ઠરાવવું પડે છે. જે એક વ્યક્તિને સ્વધર્મ હોય છે તે અન્યનો પરધર્મ બને છે, અથવા જુદી પરિસ્થિતિમાં તે જ વ્યક્તિને પણ તે પરધમ લાગે છે. એકાદ ક્ષત્રિય ખરા અંતઃકરણપૂર્વક સ્વીકારે કે ‘મારા હિંસાત્મક તેમ જ ગમે તેવો પણ કઠેર ક્ષાત્રધર્મ કરતાં અધ્યયન-અધ્યાપનાત્મક સાત્વિક બ્રાહ્મણધમ શ્રેષ્ઠ છે, તો પણ તેને બ્રાહ્મણત્વ “પરધર્મ ” સ્વરૂપ છે. કારણ, અધ્યયન અધ્યાપન તેને પ્રિય નહિ હોવાથી બ્રાહ્મણ તરીકેનું કર્તવ્ય તેના હતે ઉત્તમ રીતે થાય નહિ અને ક્ષાત્રવૃત્તિ સ્વીકારેલી છતાં પિતાની અને પિતાના રાષ્ટ્રની બને તેટલી ઉન્નતિ કરવાનું શ્રેય પણ તેને પ્રાપ્ત થાય નહિ. જેમ પાશેર દૂધ પીવા કરતાં એક શેર દૂધ પીવાથી વિશેષ શક્તિ પ્રાપ્ત થાય એવો સર્વસામાન્ય નિયમ સ્થાપી શકાતું નથી, પણ દરેકની પ્રકૃતિને અનુસરી પ્રમાણ કરાવવું પડે છે, તેમ “અમુક બુદ્ધિ કરતાં અમુક બુદ્ધિ શ્રેણ” એવું નૈતિક કષ્ટક તૈયાર થઈ શકે નહિ. સ્વધર્મ અને પરધર્મ કાળ, વખત, પ્રસંગ, વર્ણ, આશ્રમ, પ્રિયત્ન વગેરે જઈને ઠરાવો પડે છે. એકાદ ઉત્તમ ચિત્રકારે પોતાના અને લકાના સાત્વિક આનંદપષણ માટે પિતાની કળામાં રમખાણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org