________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૨૨૩ રૂચે તેવું છે. વિદ્યાને જ જ્યારે પ્રશ્ન થાય ત્યારે તે વિદ્વાનને અગ્રસ્થાન આપવાને હરકત નથી, પણ તે વિદ્વાને વિદ્વત્તા પ્રાપ્ત કરી તેથી તેને આમપ્રાપ્તિ થઈ છે એમ કઈ કહી શકશે નહિ, શૈલટું લેક તો એમ જ કહેશે કે તેણે આમનાશ કરી લીધું છે. હવે એકાદ સાદા, ભેળ, ભલા, સામાન્ય બુદ્ધિના અને સાધારણ વિધાન પણ ઈદ્રિય પર પૂર્ણ કાબૂ ધરાવનાર સાત્વિક અને સૌજન્યયુક્ત ગૃહસ્થના દષ્ટાંતને વિચાર કરો. એમ કદી પણ નહિ કહી શકાય કે, વિદ્વત્તા અને વ્યવહારજ્ઞાનના અભાવે તેને આત્મવિકાસ સર્વાગ પરિપૂર્ણ બને છે. જ્ઞાનને જે આત્મરૂપી શરીરના નેત્રરૂપ ગણવામાં આવે તે આત્માને અંધત્વ નહિ તે છેવટે એ કાલીપણાનો દેર પ્રાપ્ત થાય જ. એ દોષ સ્વાભાવિક હોય તોપણ અપૂર્ણતા તે અપૂર્ણતા જ. પણ એ અપૂર્ણતાથી તેના આત્માનું સમાધાન ઓછું થશે નહિ; લો કે તેને માન ન આપે તો પણ તેનું સ્વાભિમાન તેને પ્રસન્ન રાખવાને પૂરતું હોય છે. વિદ્વત્તા વિશે કહ્યું તે જ કવિત્વ, ચિત્રકલાપટુત્વ, સંગીતનિપુણત્વ વગેરે વિષે કહી શકાશે. કઈ પણ શારીરિક કે માનસિક કૌશલ્યને સન્યને આધાર ન હોય તો તેની રમણીયતા કે આશ્ચર્યકારકતાને મેઘધનુષ્ય જેવી મિથ્યા સમજવી. એ રમણીયતામાં આત્માને પ્રસન્ન કરવાનું સામર્થ્ય નથી. આત્માના ગૃહમાં વિદ્વત્તા, બુદ્ધિમત્તા, કવિત્વ, કલાકૌશલ્યતા, રસિકતા વગેરેનું ગમે તેટલું ઐશ્વર્ય હોય, તો પણ રૂપયૌવનાદિ સકલ ઐશ્વર્યાસંપન્ન સ્ત્રી કુંકુમ ચાંદલા વિના જેમ વસ્તુતઃ અનુકંપનીય જણાય છે તેમ જ વિદત્તાથી વિભૂષિત બનેલે આમા સૌજન્ય વિના અનુકંપનીય છે. અનુકંપનીય જ નહિ પણ તિરસ્કરણીય છે અને તે અન્યને કેવળ તિરસ્કરણીય લાગે છે એમ નથી પણ પોતાને જ લાગે છે કે પિતે તિરસ્કરણીય છે. પરંતુ વિદ્વતારહિત નીતિમાનનું મન પ્રસન્ન હોઈ શકે છે અને તેનો લેકે તિરસ્કાર કરે છે. તોપણ તે પિતાને તિરસ્કરણીય સમજ નથી. આ ઉપરથી સમજાશે કે, સૌજન્યને આત્માના ઉત્તમાંગનું પદ આપવામાં આવે છે તે શોભે એવું છે. પણ એટલું કબૂલ કરવું જોઈએ કે, કોઈ પ્રસંગે જગતની દષ્ટિએ બુદ્ધિશુદ્ધતા કરતાં બુદ્ધિસામર્થ્યને અધિક મહત્વ આપવું પડે ખરું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org