________________
૨૨૨
નીતિશાસ્ત્ર પ્રવેશ છે કે, એ સુખલાલસા વિદ્યાસાધન પર પકાર વગેરેને અટકાવનાર ન હેવી જે એ. આપણાં શાસ્ત્રોએ અર્થ અને કામને ચાર પુરુષાર્થમાં સમાવેલાં છે. તે તેમને નિંઘ નથી લાગ્યાં પણ જ્યારે તે ધર્મ કે મોક્ષને પ્રતિકૂલ બને છે ત્યારે તે ત્યાજ્ય કરે છે. સુખલાલસા કનિક ઠરે છે, પણ નાનલાલસા, રસિકતા, પરોપકારબુદ્ધિ વગેરેમાં તરત–ભાવ કેવી રીતે નિયત કરે? સુખવાદ તત્વવેત્તાઓએ સુખને એટલે કામ તથા અર્થને પુરુષાર્થ ત્વનું
સ્વરૂપ આપ્યું છે તે યોગ્ય જ છે; પણ તેઓ કહે છે કે સુખ વિના અન્ય પુરુષાર્થ જ નથી એ ભૂલ છે. સુખલાલસા કનિક છે પણ જીવનસંરક્ષણેચ્છા, જ્ઞાનલાલસા, રસિકતા, સૌજન્યત: વગેરેમાં તરતીભાવ કેવી રીતે ઠરાવવા એ આપણે પ્રશ્ન છે.
એક વાત પ્રિય હોય અને બીજી શ્રેયસ્કર હોય અને તેમાં વિરોધ ઉત્પન્ન થયો હોય તેવા પ્રસંગે “પ્રેય' ત્યજીને “એય ને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ એ નીતિમત્તા છે. શ્રેય' કયું અને તે કેવ. રીતે નક્કી થઈ શકે એ પ્રશ્ન જુદે છે. આપણા શરીરમાં ભલું, ભૂ, ખરુંખરું, હિત અહિત વગેરે ભેદ દર્શાવનાર મસ્તક જેમ ઉત્તમાંગ ગણાયેલું છે; તે જ પ્રમાણે પ્રેય કરતાં શ્રેયને અધિક માનનાર સૌજન્યને આત્માનું ઉત્તમાંગ ગણવું જોઈએ. કારણ,
જ્યાં સૌજન્ય નથી હોતું ત્યાં અન્ય અંગ નિર્બળ, પંગુ કિંવ: અંધ બને છે, એટલું જ નહિ પણ મસ્તક છેદાઈ જતાં શરીર નાશ પામે છે, તેમ સૌજન્ય અને આમા ભિન્ન થતાં આત્મનાશ થાય છે. નીતિમત્તાના અભાવે વિદ્યા કે અન્ય કોઈ સદ્ભવસ્તુ પ્રાપ્ત થવી મુશ્કેલ બને છે પણ અશક્ય નથી બનતી. બુદ્ધિ જે પિતે જ તીવ્ર હોય છે તે માણસ અનીતિમાન હોવા છતાં વિદ્વાનમાં હીરે ગણશે; પણ જે તે નીતિમાન હોત તો તેનું તેજ ઓર જ હેત વિદ્વત્તા અને સમાજન્યતાનો સંબંધ ગમે તે હ; સૌજન્યરહિત વિદ્વત્ત આત્માને શાંતિ આપી શકતું નથી, પણ વિદત્તરહિત સૌજન્ય આત્માને શાંતિ આપી શકે છે એમ કહેવાને કઈ પ્રકારની હરકત નથી. મણિધર સર્પ પાસે અમૂલ્ય મણિ હોવા છતાં તે આદરણીય ડર નથી તેમ વિદ્યાભૂષિત દુર્જનનું સમજવું એમ એક સુભાષિતમાં કહેલું છે તે પ્રત્યેકને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org