________________
૨૧૯
કાર્યકાર્ય કરાવવાની કટી કામમાં એ આંધળી માયાનું જ મહત્વ વિશે જણાશે એ વાત કબુલ કરવી પડે તેમ છે!
એનું કારણ સ્પષ્ટ છે. માતા જે કંઈ કરે છે તે પ્રેમ અને સ હેતુથી કરે છે તેમાં એકલપેટાપણું કે કપટ નથી હોતું. તેના નિરર્થક લાડનું બાહ્ય પરિણામ ગમે તેવું આવે, તેથી બ ળકની પ્રકૃતિ બગડે કે તેને અભ્યાસ કથળે, બાળકની જીવનરૂપી પાટી પર એ કિવા એવા અન્ય ડાધ ભલે ગમે તેટલા પડે; પણ માતાનો પ્રેમભીનો હાથ તે પાટી પર અખલિત ફર્યા કરતો હોવાથી એ ડાઘ બાળકની નીતિને હમેશને માટે કદી પણ હાનિ પહોંચાડી શકતો નથી. માતા જે બુદ્ધિથી બાળકને લાડ લડાવે છે તે બુદ્ધિ તેના અંતરાત્માના અંતરાત્માને મળી જાય છે અને ત્યાં પ્રેમની ઝરો ઉત્પન્ન કરે છે. એ ઝરા વિદ્વત્તા કે સદુપદેશના કાર પ્રહારથી કે મારતી સુરંગથી અંતઃકરણમાંથી દૂર કરી શક્રાતિ નથી. ચહ્ન કેડી નાખવાથી પાણી આવતું નથી; રક્ત માત્ર ની કળે છે, પણ કરુણ પ્રસંગને દેખાવથી આપ આપ પાણી નીકળી આવે છે, તેવું જ અંતઃકરણના પ્રેમના ઝરાનું છે. દિવેટમાં તેલ જેમ કેડિયામાં રહેલા તેલને આકર્ષી લે છે તેમ માતાના પ્રેમનું સ્નિગ્ધ આકણ બાળકના હૃદયમાં સમાવરથામાં રહેલા ઝરાને ઉપર લાવવાને કારણભૂત બને છે.
માતાના પ્રેમની વાત, મિત્રના, સેબીના અને આપણી સાથે કામ કરનારાના પ્રેમને લાગુ પડે છે. જગતનું કલ્યાણ કરવાનો કે દેશની નીતિમત્તા સુધારવાને હેતુ પ્રત્યક્ષ ચક્ષુ સમક્ષ નહિ હોય તે પણ જો અન્યનું મન દુઃખવવું નહિ, મર્મભેદક વાત કરવી નહિ, બીજાનાં સુખસગવડ જોવાં, કપટરહિત હાસ્યવિનોદ કર વગેરે પ્રકારની વૃત્તિ હોય છે તો તે આજુબાજુના આત્મામાં જે સ્નિગ્ધતા, કોમળતા અને રમ્યતા ઉત્પન્ન કરશે, તે જેણે દર જજે નીતિમત્તાનું પોષણ કરશે તેટલે દરજજે અન્ય કોઈ વૃત્તિ કરી શકશે કે કેમ તે વિશે શંકા રહે છે.
આપણે પ્રથમ ઠરાવ્યું કે, પોતાની અને બને તેટલી અન્ય ની તૈતિક સ્થિતિ સુધારવાનું ધ્યેય એ આ પણ મુખ્ય કરાઈ છે; પણ છેવટે બને ત્યાં સુધી અન્યનું મન દુ:ખવવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org