________________
અને સુશિક્ષિતોની ભાષા ભિન્ન ભિન્ન હતી. (ગ્રીક કાળમાં કદી પણ એવી સ્થિતિ ન હતી) આથી સર્વ જ્ઞાન લેકોને અપરિચિત એવી ભાષામાં રહ્યું. અર્થાત તે કાળે આપ્તવાક્ય જ જ્ઞાનનું મુખ્ય સાધન બન્યું તથા “શબ્દ” પ્રમાણને મહત્ત્વ મળ્યું. અમુક પુસ્તકમાં અમુક લખ્યું છે માટે તે ખરું એવું માનવાની પ્રવૃત્તિ વધી. ગ્રીકને વિચાર કિવા અનુભવ સિવાય કેવળ શબ્દપ્રમાણુની ખબર જ ન હતી. પરંતુ આ મધ્યકાળના યુરોપમાં શબ્દપ્રમાણને વિશેષ મહત્ત્વ મળવાથી અનુભવ અને વિચારપ્રમાણને ગૌણત્વ પ્રાપ્ત થયું. એથી એ કાળમાં ગ્રીકોના પ્રમાણુશાસ્ત્રની વૃદ્ધિ થઈ નહિ; ઊલટું, પુસ્તક પર ટીકા લખવી, જૂનાં પુસ્તકોનું સ્પષ્ટીકરણ કરવું અને તેમાંના મતનું વિચાર તથા વાદવિવાદથી સમર્થન કરવું એ જ સુશિક્ષિતોનું મુખ્ય ધ્યેય બન્યું. એને અતિરેક એટલો થયો કે, પ્રત્યક્ષ અનુભવ અને યુક્તિ કરતાં ગ્રંથના મતને વિશેષ ભાન મળવા લાગ્યું તથા સર્વ મતને ધાર્મિક બાબતમાં અંતર્ભાવ થવાથી એ મતોને ખોટા કહેવા એ ધાર્મિક ગુના જેવું લાગવા માંડયું. પરંતુ યુરોપના સુદવે એ વખતે હોકાયંત્રની શોધ થઈ અને જળ પ્રવાસને નિશ્ચિતતા મળી; લંબસે અમેરિકા શેધી કાઢ, છાપકળા શોધાઈ અને પુસ્તક સોંઘાં થયાં. આ જ અરસામાં મુસલમાનોએ કન્ટેન્ટનોપલ શહેર કબજે કર્યું અને ગ્રીક તથા રોમન વિદ્વાનોને ગામેગામ ફરી પોતાના જ્ઞાનનો અન્યને લાભ આપી તે ઉપર નિર્વાહ ચલાવવાનો વખત આવ્યો. આ સર્વ સંકલિત કારણોનું પરિણામ એ આવ્યું કે રોમન કેથોલિક ધર્મ અને તેના ઉપાધ્યાયોનું વર્ચસ્વ ઓછું થયું. લોકોને ધર્મો બતાવેલા મતોનું અસત્યત્વ ચેખે ચોખ્ખું દેખાવા લાગ્યું. આ યોગથી શબ્દપ્રામાણ્ય હાલી ઊયું. એ જ કાળને યુરોપન પુનરજજીવનન કાળ કહેવામાં આવે છે. આ પુનરાજજીવને યુરોપની માનવી બુદ્ધિને ગ્રીક કાળ જેવું પૂર્ણ સ્વાતંત્ર્ય આપ્યું અને ત્યારથી અર્વાચીન યુરોપમાં અનુભવ તથા વિચારના પાયા પર રચાયેલાં શાસ્ત્રોનો ઝપાટાબંધ ઉદય તથા વિકાસ થયો તથા ભિન્ન ભિન્ન શાસ્ત્રોની પ્રગતિને પ્રારંભ થયો. અનુભવ તથા વિચાર જીવંત ઝરા સરખા છે. તેથી એ ઝરામાંથી નીકળેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org