________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૨૧૭ આમપ્રસાદ શક્ય નથી, માટે જેની પરહિત સાધવાની ઈચ્છા હોય તેણે પોતાની નીતિમત્તાને પોષવા તરફ અધિક લક્ષ આપવું જોઈએ. પણ નીતિમત્તાને પરિપષ એટલે વિશિષ્ટ કર્મને. પરિપ સમજવાને નથી; કારણ ભિન્ન પરિસ્થિતિમાં જે કર્મ નીતિનું હોય છે તે જ અનીતિનું ઠરે છે. નીતિન પરિપષ એટલે નીતિથી વર્તનારી બુદ્ધિનો પરિપષ. નીતિમત્તા આત્મરૂપી ગૃહની ગૃહિણી છે, પણ તેને અન્યની ઈર્ષા નથી હોતી. ઈદ્રિયસુખ, જ્ઞાન, વિવિધ લલિતકલા વિષયક રસાસ્વાદને એ ગૃહિણી બેસ્વાદ બનાવતી નથી કિંવા તેને વટાળ માનતી નથી. આત્માના ગૃહમાં સર્વ આનંદથી મહાલે છે, પણ માત્ર એ એક શરત હોય છે કે, જેણે તેણે મર્યાદા સંભાળીને વર્તવું જોઈએ. નીતિમત્તાને સુખહાની સાસુ કહીએ તો એ સાસુ પિતાની વહુને સદા વધાવી લેતી નથી, વહ જ્યારે પેતાનું પગથિયું છોડીને ઉન્મત્તતા આચરે છે ત્યારે સાસુને પોતાની સત્તાનો ઉપયોગ કરવો પડે છે.
પરહિત સાધવામાં તેના સુખની વૃદ્ધિ થાય છે કે નહિ તે જોયા વગર તેની નીતિમત્તા પિવાય છે કે નહિ એ તરફ દષ્ટિ રાખવા ઉપર કહ્યું છે, પરંતુ નીતિમત્તા અતિ ઊંડી અને રહસ્યમય છે. તે હૃદયના ઊંડાણમાં રહે છે. ત્યાં વતૃત્વ કે તત્ત્વજ્ઞાનનાં કિરણ પ્રવેશ કરી શકતાં નથી. પિતાના નીતિતેજથી જે પ્રથમથી પ્રવેશ કરી દ્વાર ખોલી નાખેલાં નથી હોતાં તે વાફપાંડિત્યને ગમે તેટલું પ્રવાહ તેના પર છેડવામાં આવે છે છતાં ઊંધા ઘડા પર પાણી ઢળવા જેવી સ્થિતિ થાય છે, માટે જગતના કલ્યાણને, દેશહિતનો કે અન્યની નીતિ સુધારવાનો ઉદ્યોગ કરવો હોય તે હૃદય નિર્મળ કરવાની વાતથી માણસે આરંભ કરવો જોઈએ.
આને જે કોઈ એવો અર્થ કરે કે, પ્રથમ તમે નીતિની મૂર્તિ બને, પછી પરહિતની વાત કરે તે એ અર્થ ભૂલ ભર્યો થશે, પોતાને સાધારણ તરતાં આવડે છે તે પછી બીજાને તરતાં શીખવી શકાય છે. તે માટે કંઈ પ૦ હાથ ઊંડે ડૂબકી મારવાની કે સમુદ્ર તરી જવાની શક્તિની જરૂર પડતી નથી. પોતાને બે અક્ષર લખતાં વાચતા આવડે છે તે પછી અન્યને અક્ષરની ઓળખ -કરાવવામાં હરકત આવતી નથી. એ જ પ્રમાણે નીતિની વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org