________________
કાયકાર્ય ઠરાવવાની સેરી
૨૧૩ આવતા જન્મે આપણે આપણા અંતરાત્માની સુધા શાંત કરી શકીશું. એ આશાની જ્યોતિ સદૈવ સરખી જ ઝળહળે છે એમ કઈ નથી હોતું. કદી તે તદ્દન મંદ બને છે અને ક્યારે ગુલ થઈ જશે તે કહી શકાતું નથી, માણસનું જીવન અંધકારમય બની આગળને પંથ દષ્ટિથી છુપાઈ જાય છે, હાથ પકડીને સુરક્ષિત સ્થળે લઈ જાય એવો કોઈ શ્રેષ્ઠ પ્રેમી જણાતો નથી, પગમાં બળ હોતું નથી, હાથ હલાવવાનો ઉત્સાહ ઉડી જાય છે; એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. પણ એ શોચનીય સ્થિતિ નિત્ય નથી એવો અનેકને અનુભવ છે અને તેથી જ દુર્બળતા જોઈને ઉત્પન્ન થયેલી અસમાધાનવૃત્તિમાં સમાધાનવૃત્તિ ગર્ભિત છે એમ ઉપર કહ્યું છે. પિતાથી બને તેટલે પ્રયત્ન કરીને જગત અધિક સારિક, સુંદર અને આનંદથી રસમયે બનાવવું એ ધ્યેયની જ્યોત હાલની સુસંસ્કૃતિમાં કરેલા માણસના હૃદયમાં કદી મંદ તે કદી અમંદ હોય છે એ વિધાનનો અર્થ એ નથી કે, પ્રત્યેક માણસમાં આખી પૃથ્વીને હલમલાવી નાખવાની નેપોલિયનના જેવી
મક કે શક્તિ હોય છે. નેપોલિયન પણ યુરોપ અને ઇજીપ્તની બહાર કંઈ કરી શક્યો ન હતે એ સમજુના લક્ષમાં આવ્યા સિવાય નહિ રહે. નેપોલિયન તે ઠીક છે! શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણ વગેરે અવતારી ગણાતા મહદ્જનનાં રાજ્યોને પણ અંત આવ્યું છે કે નહિ ? આખા ત્રિભુવનમાં અખંડ રહે તેવો આકાર આજ સુધીમાં કોઈને પણ મળ્યો નથી, અને પિતાનું ચિહ્ન કાયમ રહે તેવું પણ કઈ કરી શક્યો નથી એ સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવ્યા સિવાય નહિ જ રહે ! પણ પરોપારાય સંત વિમૂતયઃ એવા પ્રકારની ભાષા આપણે જે સમયે લોકોત્તર માણસને કાર્ય વિષે વાપરીએ છીએ તે વખતે પણ “જગત” એટલે તમામ મનુષ્ય અને પ્રાણીમાત્ર એવો અર્થ કરવાનું નથી હોતો; તે પછી કઈ સામાન્ય માણસની વાતમાં તે અર્થ કરવાની શી જરૂર ? જ મતનું કલ્યાણ કરો, દેશનું હિત કરે વગેરે વાક્યસમૂહ દ્વારા એટલો જ અર્થ નીકળે છે કે તમારાથી લોકોનું જેટલું હિત થાય તેટલું કરે. એકાદ ગોમાજી બીન સોમાજી આખા જગતનું કે દેશનું કલ્યાણ ન કરી શકે, અને પોતાના જિલ્લાનું, તાલુકાનું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org