________________
૨૦૩
કાર્યકાર્ય કરાવવાની કરી હોવું જોઈએ. યુરોપીઓ બહુધા વેદાંત પર એવી જ ટીકા કરે છે, પરંતુ એ કપના ભૂલભરી છે. વિલિયમ જેમ્સ નામના એક અમેરિકન માનસશાસ્ત્રને “લાફીંગગેસ” નામનો વાયુ પ્રયોગ ખાતર અનેક વખતે સુંઘી જોયો ત્યારે તેના મનની જે રિથતિ થઈ હતી તે બાહ્ય સ્વરૂપમાં બ્રહ્મ સાથે પૂર્ણ રીતે મળતી આવે છે. લાફીંગગેસ સૂંઘવાથી આવેલી ગૂંગીમાં વિલિયમ જેમ્સ જે શબ્દ ઉચ્ચારે તે લઘુલેખનની કળા જાણનાર એક ગૃહસ્થ ઉતારી લેવા રોકાયો હતો. ઉતારી લીધેલા ઉદ્દગાર પરથી જણાય છે કે, તેના મનમાં એ સ્થિતિમાં અદ્વૈતસૂચક વિચાર આવ્યા હતા. જેમકે પ્રકાશ એટલે અપ્રકાશ, માણસ એટલે
માણસ વગેરે. વિલિયમ જેમ્સ પતે વર્ણન કરતાં જણાવ્યું છે કે, એ સ્થિતિમાં જ્યાં ત્યાં અદ્વૈત જણાયું હતું અને એક પ્રકારની શાંતિ લાગી હતી. જાચક એવો પ્રશ્ન કે સંશય મનમાં આવ્યા નહતું અને એકંદરે સર્વ કંઈ અપૂર્ણતા વિનાનું જેવું હોવું જોઈએ તેવું લાગ્યું હતું.
આ વર્ણન છેડી દઈએ તોપણ બ્રાહ્મી સ્થિતિને અનુભવ અનેક દેશના અનેક છીલ સાધુપુરને મળેલ છે એમ તેમના સ્વાનુભવ વર્ણન પરથી જણાય છે. વિલિયમ જેમ્સ “વેરાઈટીઝ ઓફ રીલિા જયસ એકસપીરિયન્સ” નામને જે સુંદર ગ્રંથ લખ્યો છે તેમાં જે કેટલાક ખ્રિસ્તી સત પુરુષના અનુભવ સંગ્રહેલા છે તે બ્રાહ્મી સ્થિતિનું વર્ણન સાથે મળતા આવે છે. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેમને એ અનુભવ કદી કદી અને અકસ્માત રીતે પ્રાપ્ત થયા છે, ત્યારે બ્રહ્મવેત્તાઓને એ અનુભવ નિત્ય હોય છે. લાફીંગગેસ લઈને પ્રાપ્ત કરેલી અદ્વૈતાત્મક શાંતિ કૃત્રિમ, નકલી અને ક્ષણિક હોય છે. ખ્રિસ્તી સાધુપુરુષને થયેલા અનુભવ સ્વાભાવિક છતાં તે હંમેશના કે સ્વાધીનપણના ન હતા. આ ઉપરથી એ ભેદ જે કે હર્વનો હશે તે પણ આપણા શાસ્ત્રમાં વર્ણવેલ બ્રહ્મજ્ઞાન ખાલી ઢોંગ નથી, નિદાન ન હોવો જોઈએ એમ નિખાલસ માણસને લાગે છે તે સ્વાભાવિક છે. યુરોપ અને અમેરિકા ખંડના માનસશાસ્ત્ર સંશોધક મંડળે અને કેટલીક વ્યકિતઓએ હાલમાં જે શોધ ચલાવી છે તે પરથી પણ જણાય છે કે, “પ્રજ્ઞા' કિવા ‘તક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org