SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ . નીતિશાસ્ત્રપ્રવેશ સિંહાવલોકન આપણે મૂળ પ્રશ્ન એ હતું કે, કર્મનું શ્રેયસ્કરત્ર કિંવા અશ્રેયસ્કરત્વ ક્યા નીતિતત્વ પરથી નિશ્ચિત કરવું? ઉત્તરમાં જણાવવામાં આવ્યું છે કે, અંતઃકરણપ્રવૃત્તિ કિંવા સદસધિવેકબુદ્ધિ અથવા કેશ્યન્સ” કહે તે પ્રમાણે કર્મને સત અથવા અસત ગણવું; આપ્તવાક્ય કહે તે ખરું; પુષ્કળનું પુષ્કળ સુખ અથવા હિત જેનાથી થાય તે સારું અને અન્ય ખરાબ; કોઈ પણ પ્રકારની વાસના રાખ્યા સિવાય શુદ્ધ નીતિપ્રેમથી કરેલું આચરણ તે જ ખરું નીતિનું આચરણ અને બાકીનું અનીતિનું. અત્યાર સુધીમાં આ પ્રત્યેક ઉત્તરને અનેકવિધ શાખા સહિત ઊહાપોહ કરવામાં આવ્યો છે તે પરથી જણાયું છે કે, પ્રત્યેક ઉત્તર એકાંગી અને સદે છે. કાર્ય અકાય વિષે મોહ થયેલો હોય છે ત્યારે જે અંતઃકરણપ્રવૃત્તિ પર આધાર રાખવામાં આવે છે તે કેટલીક વખત એવું જણાઈ આવે છે કે, આપણું અંતઃકરણ કંઈ જ ઉત્તર આપતું નથી; કેમકે તે જ ગભરાટમાં કે ગોટાળામાં પડેલું હોય છે ને ! કેટલીક વખત આપણું અંતઃકરણ ભૂલભર્યો ઉત્તર આપે છે; કારણ મનવૃત્તિના નિર્ણય વિચારને રુચે જ છે એવું કંઈ નથી. અંતઃકરણની સાક્ષી હમેશાં વિશ્વાસ રાખવા યોગ્ય તેની જ ગણાય છે કે જેને કામ ક્રોધાદિ પડ઼ રિપુ વશ કરી શકતા નથી અને જેનું મન શાંત, નિર્વિકાર, અકામહત, દ્વાતીત હોય છે. ઠીક, આપણે એવા પ્રકારની શુદ્ધબુદ્ધ સ્થિતિએ પહોંચેલા નથી માટે તે સ્થિતિએ પહોંચેલા સદગુરુની સાક્ષી લેવાનું કહીએ પણ એવો સશુરુ સર્વને મળવો અશક્ય હોય છે, અને બીજું એ કે સદ્ગુરુ આપણે ઘેર ચાલ્યા આવે તો પણ તેમનું “સત્ત્વ” ઓળખવાની કસોટી આપણી પાસે હોવી જોઈએ. એ કસોટી ન હોય તે ભળતાને સદ્ગુરુનું માન મળી તેનું અને આપણું અહિક તથા પારમાર્થિક અકલ્યાણ થાય. માટે સત અને અસતને ભેદ દર્શાવનારી કસેટી કઈ એ પ્રશ્ન આપ્તવાક્યથી છૂટ નથી. “પુષ્કળનું પુષ્કળ સુખ” અથવા અધિકનું અધિક હિત એ તવ આ કામમાં વિશેષ ઉપયોગી થતું નથી; કારણ કર્મની નીતિમત્તા કર્તાની બુદ્ધિના આશ્રયમાં હોય છે, તેના બાહ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy