________________
૧૯૪
નીતિશાસ્ત્રપ્રવેશ
કઈ પણ
વિધ્યાત્મક નિયમ એમાંથી નીકળતા નથી. મનમાં ધ્યેય કે સાધ્ય ચેયા સિવાય પ્રવૃત્તિ થવી શક્ય નથી; પણ ઉંટને પ્રત્યેક વાસના કિવા ફેલાશા યાજ્ય કાટીની લાગતી હાવાથી તેનાથી પ્રવૃત્તિપર નીતિનિયમ કહી શકાય તેમ ન હતું
-
- તેને માટે એ કાર્યાં શક્ય ન હતું. કેટ જાણતા હતા કે વાસના કે ફળની આશા વગર વ્યવહાર ચાલે તેમ નથી; પણ તેને મત એવા હતા કે, ખરા અથવા નિરુપાધિક આત્મા અને ખરી નીતિ વ્યવહારથી પર હાઈ તેનાથી ઉચ્ચતર તથા શુદ્દતર છે. આત્મા જ્યાં સુધી સંસારની બહુ સ્થિતિમાં છે ત્યાં સુધી તેતે ખરું આત્મજ્ઞાન નથી, ખરું આત્મસ્વાતંત્ર્ય નથી, અર્થાત્ ખરી નીતિમત્તા પણ શક્ય નથી, એમ કેટને લાગતું હતું. દિકાલાદિ ઉપાધિથી વ્યાકુળ બનેલું જ્ઞાન, ખરું જ્ઞાન નથી પણ જ્ઞાનને આભામ અથવા ‘ માયા ' ( Phenomenal Knowledge) છે; ખરા આત્મા (Noumenal self ) પૂર્ણ રીતે ઉપાધિરહિત છે; વાસનાથી પ્રેરિત થનારા આત્મા ‘ અદ્દ’ સ્થિતિમાં છે; કારણ સાસના હેા કે કુવાસના હે, ગમે તે પ્રકારની વાસના હાય પણ તે બંધક જ છે; કૅ ટની એ વિચારસરણી જે એક વખત સ્વીકારી લઈ એ, તેા પછી તેનું આગળનું કથન કબૂલ કરવું પડે છે. પરંતુ તે માની લીધેલી વાત સતે માન્ય થાય તેમ નથી. માયા અને બ્રહ્મ એવા કેટ જે ભેદ દર્શાવ્યા છે તેને વિચાર કરવાનું આ સ્થળ નથી, પણ તેના નૈતિક ગૃહીત સિદ્ધાંતનું પરીક્ષણ કરવાની જરૂર છે.
વાસ્તવિક રીતે આત્મા અને વાસનામાં હમેશ વેર રહેવાનું કંઈ કારણું જણાતું નથી. સાસનાથી આત્મા અભડાય છે. એમ માનવાને શે। આધાર છે? ખરું કહીએ તેા સાસના અને આત્મામાં વિરાધ નથી, પણ અદ્વૈત કિંવા તાદાત્મ્ય છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી શુદ્ધ થયેલા, સ્થિતપ્રજ્ઞની પદવીએ પહેાંચેલા માણસનાં સ કમ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે નિષ્કામ બુદ્ધિથી થયેલાં હોય છે એ ખરું છે. પણ અહીં ‘ નિષ્કામ ’ને અ‘ કામશૂન્ય ’ નથી, પરંતુ ક્ષુદ્ર સ્વામૂલક કામનાશૂન્ય છે, એમ લા॰ મા તિલકે ગીતારહસ્યમાં સ્પષ્ટ રીતે મુદ્દાસર દર્શાવેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org